કડાણાઃ ગુજરાત રાજ્યના મોટા જળાશયોમાં ત્રીજા નંબરે આવે છે મહિસાગરનો કડાણા ડેમ. આ ડેમ મહિસાગર સહિત રાજ્યના 8 જિલ્લાની 326597 એકર જમીનને 3 કેનાલ મારફતે સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. આ સાથે કડાણા ડેમ હાઈડ્રોપાવર પ્રોજેકટમાં છોડવામાં આવતા પાણીનો ઉપયોગ કરી જીએસઈસીએલ દ્વારા કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન કરી રહ્યું છે. આથી સરકારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પણ સાર્થક સાબિત થઈ રહ્યો છે.
કડાણા ડેમના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ દ્વારા 35 દિવસમાં 28 કરોડનું વીજ ઉત્પાદન
મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન છોડવામાં આવેલ પાણીનો સદ્ઉપયોગ કરીને હાઈડ્રો પાવર પ્રોજેક્ટ (GSECL) દ્વારા 35 દિવસમાં 28 કરોડનું વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ડેમના 60 મેગાવોટના 4 યુનિટ 17 દિવસ સુધી સતત કાર્યરત રાખવામાં આવતા આ વીજ ઉત્પાદન થયું છે.
મહિસાગરમાં કડાણા ડેમના હાઈડ્રોપાવર પ્રોજેક્ટે 35 દિવસમાં 28 કરોડનું વીજળી ઉત્પન્ન કરી
કડાણા ડેમમાંથી ચાલુ વર્ષે ચોમાસાના સમય દરમિયાન કડાણા જળાશયમાં છોડવામાં આવેલા પાણીથી 10 ઓક્ટોબર સુધીમાં GESCL દ્વારા 1.91.830 મેગાવોટ અવર (યુનિટ) વીજ ઉત્પાદન કરી 35 જ દિવસમાં રૂપિયા 28 કરોડની કમાણી કરવામાં આવી છે.