ગુજરાત

gujarat

ETV Bharat / state

કડાણા ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના 4 ગેટ ખોલાયા, કુલ 42,752 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું - 4 gates of Kadana Dam opened

ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો અને મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના વિવિધ આઠ જિલ્લાઓ માટે સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતો મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ સંપૂર્ણ ભરાતા કડાણા ડેમના ગેટ ચાલુ ચોમાસામાં પ્રથમ વાર ખોલવામાં આવ્યા, ડેમના એડીશનલ સ્પીલ વે 4 ગેટ 4 ફૂટ ખોલી મહીં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

The latest news from Mahisagar
The latest news from Mahisagar

By

Published : Sep 28, 2021, 11:06 PM IST

  • ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના એડીશનલ સ્પીલ વે 4 ગેટ 4 ફૂટ ખોલાયા
  • ડેમની ભયજનક સપાટી 419 ફૂટ જ્યારે ડેમનું હાલનું જળ સ્તર 418.03 ફૂટ
  • વિવિધ 8 જિલ્લા માટે સિંચાઈ તેમજ પીવાનું પાણી મળી રહેશે

મહીસાગર: જિલ્લામાં આવેલો કડાણા ડેમ જે ગુજરાતમાં ત્રીજા નમ્બરનું સ્થાન ધરાવે છે અને મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના વિવિધ આઠ જિલ્લા માટે જીવદોરી સમાન ડેમ છે. આ ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના એડીશનલ સ્પીલ વે 4 ગેટ 4 ફૂટ ખોલી 26,852 ક્યુસેક પાણી તેમજ 3 પાવર હાઉસ કાર્યરત કરી પાવર હાઉસ મારફતે 15,900 ક્યુસેક પાણી મળી કુલ 42,752 ક્યુસેક પાણી મહીં નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલ મારફતે 800 ક્યુસેક અને KLBC મારફતે 100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના 4 ગેટ ખોલાયા, કુલ 42,752 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું

આ પણ વાંચો: મહીસાગરમાં મેઘતાંડવ: કડાણા ડેમ 90 ટકા ભરાતા જાહેર કરાયું હાઈ એલર્ટ

આગામી સમયમાં ગુજરાતના વિવિધ 8 જિલ્લા માટે સિંચાઈ તેમજ પીવાનું પૂરતું મળશે

કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ જ્યારે ડેમનું હાલનું જળ સ્તર 418.03 ફૂટ છે. ડેમના ઉપરવાસમાંથી 43,452 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રુલ લેવલ જાળવવા પાણીની જેટલી આવક છે તેટલી જ પાણીની જાવક રાખવામાં આવી છે. નોંધનીય છે કે, ડેમ સંપૂર્ણ ભરાતા મહીસાગર અને ગુજરાતના વિવિધ 8 જિલ્લા માટે સિંચાઈ તેમજ પીવાનું પૂરતું પાણી આગામી સમયમાં મળી રહેશે.

કડાણા ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના 4 ગેટ ખોલાયા, કુલ 42,752 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું

આ પણ વાંચો: મહીસાગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં 45 ટકા વરસાદની ઘટ

  • રાજયમાં હવામાન વિભાગની આગાહી મુજબ 24 સપ્ટેમ્બરથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે અનેક જળાશયોમાં પાણીની નવી આવક થતા તેની સપાટીમાં વધારો થયો હતો. જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમનું જળ સ્તર પણ વધ્યું હતું. વધુ પાણીની આવક થતા કડાણા ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો હતો. તેની સાથે જ તંત્રએ એલર્ટ જાહેર કર્યું હતું.
  • મહીસાગર જિલ્લામાં ખેડૂતોને ખેતી કરવા માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જિલ્લાના ખેડૂતોની માગને ધ્યાનમાં રાખી કડાણા ડેમમાંથી 12 ઓગસ્ટે (Kadana Dam) પાણી છોડવામાં આવ્યું હતું. એટલે રાજ્ય સરકાર (State Government)ના આદેશના કારણે કડાણા ડેમ (Kadana Dam)ના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details