122 લુણાવાડા પેટા ચૂંટણી અર્થે આજે શનિવારે મહિસાગર જિલ્લામાં હાથી વન, બાકોર, અને વરધરી પાસે કડાછલા ચોકડી પર ભાજપ દ્વારા જનસભા યોજાઈ. જેમાં ભાજપના જીતુભાઇ વાઘાણી, ગણપતભાઈ વસાવા, કુબેર ડીંડોર, જે.પી.પટેલ, કાળુભાઇ માલીવાડ,18 પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીતુભાઈ વાઘણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અને લુણાવાડા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.
લુણાવાડા પેટાચૂંટણીઃ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સભા સંબોધી - મહીસાગર
મહીસાગર: જિલ્લામાં 122 વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 21/10/2019ના રોજ થનાર છે. જેના કારણે લુણાવાડા વિધાનસભા બેઠક માટે રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોર શોરથી કામે લાગી ગયા છે. લુણાવાડા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપ પણ કોઈ કસર છોડવા માંગતું નથી.
![લુણાવાડા પેટાચૂંટણીઃ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સભા સંબોધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4733612-thumbnail-3x2-mahisar.jpg)
Mahisagar
મહીસાગરમાં 122 લુણાવાડા પેટા ચૂંટણી અર્થે જીતુ વાઘાણીએ સભા સંબોધી
આ કાર્યક્રમ પ્રસંગે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનારા કાર્યકર્તાઓને જીતુભાઈએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોર, મનોવર આર. પરમાર-પૂર્વ મહામંત્રી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રમુખ ક્ષત્રિય એકતા મંચ આણંદ જિલ્લો, કોંગ્રેસના વર્ષોથી સક્રીય કાર્યકર પીનકીન શુકલ, વીરપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રદીપ શેઠ તેઓ પણ ભાજપમાં જોડાયા હતા.