- મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં જાહેરનામાનો કડક અમલ
- કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ જવેલર્સ માલિક પાસેથી રૂ. 2 હજારનો દંડ વસૂલાયો
- મહીસાગરવાસીઓ સાવધાન... જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે
મહીસાગરઃ જિલ્લામાં નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કલેક્ટરે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે સૂચના પણ આપી દીધી છે તેમ છતાં અનેક લોકો જાહેરનામાનું પાલન નથી કરી રહ્યા. આવી જ એક ભૂલ કરી છે વ્રજ જ્વેલર્સના માલિકે. આ જ્વેલર્સમાં લોકોએ માસ્ક ન પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોવાથી પોલીસે જ્વેલર્સના માલિકને રૂ. 2 હજારનો દંડ ફટકાર્યો હતો.