ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડામાં જનસેવા કોવિડ કેર સેન્ટર હોમ આઇસોલેશન દર્દીઓની સારવાર માટે મુકાયુ ખુલ્લુ - mahisagar corona case

મહીસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓમાં થઈ રહેલા વધારાને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપથી નાગરિકોને સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેનો મહીસાગર જિલ્લાના નાગરિકો લાભ લઈ શકશે.

જનસેવા કોવિડ કેર સેન્ટર હોમ આઇસોલેશન દર્દીઓની સારવાર માટે મુકાયુ ખુલ્લુ
જનસેવા કોવિડ કેર સેન્ટર હોમ આઇસોલેશન દર્દીઓની સારવાર માટે મુકાયુ ખુલ્લુ

By

Published : Apr 15, 2021, 8:20 PM IST

  • ખાનગી ડેડીકેટેડ જન સેવા કોવિડ કેર સેન્ટર 50 બેડની સંખ્યા સાથે શરૂ
  • ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરમાં રૂપિયા 1,500 મહત્તમ ચાર્જ પ્રતિ દિન
  • જન સેવા કોવીડ કેર સેન્ટરના ડૉ.કિર્તિ પટેલ, ડૉ.રાકેશ ચૌહાણ, ડૉ.દંતેશ રાણા ઉપસ્થિત રહ્યા

મહીસાગરઃ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી.બારડ દ્વારા જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મહીસાગરને સૈફી હોસ્પિટલની બિલ્ડીંગ, મોડાસા રોડ લુણાવાડા ખાતે ખાનગી ડેડીકેટેડ જન સેવા કોવિડ કેર સેન્ટરને 50 બેડની સંખ્યા સાથે શરૂ કરવામાં આવ્યું છે. ધ એપિડેમિક ડીસીઝ એક્ટ, 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 તેમજ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 07/04/2021ની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરમાં પ્રતિ દિન રૂપિયા 1,500 મહત્તમ ચાર્જ રહેશે. તેમજ સરકારની મળેલી ગાઇડલાઇન મુજબ કોવિડ-19ના દર્દીઓને સારવારની શરતોને આધીન હુકમની તારીખથી એક માસ માટે મળેલી સત્તાની રૂએ મંજૂરી આપવામાં આવી છે.

જનસેવા કોવિડ કેર સેન્ટર હોમ આઇસોલેશન દર્દીઓની સારવાર માટે મુકાયુ ખુલ્લુ

આ પણ વાંચોઃમહિસાગર જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ કરવામાં આવ્યું

કોવિડ-19ના ક્વોરેન્ટાઇન દર્દીઓની પ્રાથમિક સારવાર માટે ખુલ્લુ મુકાયું

ખાનગી ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર.બી.બારડના હસ્તે અને લુણાવાડા પ્રાન્ત અધિકારી બ્રિજેશ મોડીયાની ઉપસ્થિતિમાં જિલ્લાના કોવિડ-19ના હોમ આઇસોલેશન (કોરેન્ટાઇન) દર્દીઓને પ્રાથમિક સારવાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ જન સેવા કોવીડ કેર સેન્ટરના ડૉ.કિર્તિ પટેલ, ડૉ.રાકેશ ચૌહાણ અને ડૉ.દંતેશ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details