ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં જમાલી મસ્જિદના આમિલ સાહેબે કોરોના મહામારીથી સાવચેતી રાખવા નાગરિકોને કરી અપીલ

લુણાવાડા જમાલી મસ્જિદના આમિલ સાહેબ હુજેફાભાઈ નોમાનીએ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરી જનજાગૃતિ સંદેશ આપતા કહ્યું કે, આપણે સૌ સાથે મળી આ મહામારીનો મુકાબલો કરીએ અને અમે ખુદાને દુઆ કરીએ છીએ કે આ મહામારીથી જલદીથી દુર થઇએ.

etv bharat
જમાલી મસ્જિદના આમિલ સાહેબ

By

Published : Mar 23, 2020, 5:45 PM IST

મહીસાગર: જમાલી મસ્જિદના આમિલ સાહેબ હુજેફાભાઈ નોમાનીએ કોરોના વાઇરસ સામે સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરી હતી અને જનજાગૃતિ સંદેશ આપતા કહ્યુ કે, અમારા ધર્મગુરૂ સૈયદનાએ પણ ખાસ માર્ગદર્શન આપ્યુ છે.

આ તકે તેઓએ સરકારના પ્રયાસોમાં સહભાગી થઇ તેમની સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે અને કહ્યું કે આપણે સૌ સાથે મળી આ મહામારીનો મુકાબલો કરવો જેમ કે હાથ સાબુથી સારી રીતે ધોવા અને ત્યારબાદ જ શરીરના અંગો આંખ, મોં અને નાકને સ્પર્શ કરવા, છીંક કે ઉધરસ આવતી વખતે મોં રૂમાલથી ઢાંકવું, તેમજ એકબીજાથી અંતર રાખવું,અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ચેપી વ્યક્તિથી દૂર રહેવું. આ ઉપરાંત ભીડવાળી જગ્યાએ જવું ટાળવું, રોગથી ભય ન પામતા સૌએ સાથે મળી આ વાઇરસથી મુક્તિ મેળવીએ અમે ખુદાને દુઆ કરીએ છીએ કે આ મહામારીથી જલદીથી દુર થઇએ.

ABOUT THE AUTHOR

...view details