મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરાઈ - Prevention of Anti-Corruption Act
મહીસાગરઃ જિલ્લામાંં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમાજમાં ભ્રષ્ટાચાર નાબુદી અંગે જાગૃતિના ઉદ્દેશ સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સરકારી વકીલ એસ.આર. ડામોરની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડાની ક્રિસ્ટલ કોલેજના હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
![મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરાઈ મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5323495-thumbnail-3x2-hhjhj.jpg)
આ કાર્યક્રમમાં એ.સી.બી.પી.આઇ એચ.બી. ગામેતીએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન દ્વારા 9 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે તરીકે જાહેર કરાયો છે. પ્રિવેન્શન ઓફ એન્ટીકરપ્શન એક્ટ તેમજ ભ્રષ્ટાચારમાં ભારત દેશ ક્યાં છે તે અંગે પણ રસપ્રદ આંકડાકીય માહિતી સાથે વકતવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ ACB દ્વારા થતી કામગીરી અંગેની સમજ પણ આપવામાં આવી હતી. લાંચ રૂશ્વત વિરોધી વિભાગની કામગીરી અંગે તેમજ ભ્રષ્ટાચાર નિવારણ માટે 1064 નંબરના ઉપયોગ અંગે માહિતી આપી ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે નાબૂદી માટે એક થવા અપિલ કરી હતી.