ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત, ઓવર સ્પીડ પર લગાવશે અંકુશ - મહીસાગર ટ્રાફિક પોલીસ ઇન્ટરસેપ્ટર વાન

રાજ્યમાં ઓવર સ્પીડ (Overspeed)ના કારણે થતાં અકસ્માતો (Accidents) વધી રહ્યા છે અને તેના કારણે અનેક લોકોના જીવ પણ દરરોજ જાય છે, ત્યારે મહીસાગાર જિલ્લામાં ટ્રાફિક પોલીસ વિભાગ (Mahisagar District Traffic Police )ના મોનિટરિંગ હેઠળ એક ઇન્ટરસેપ્ટરવાન અને એક કેમ્પર વાહન માર્ગ સલામતી માટે કાર્યરત કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત
મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત

By

Published : Nov 2, 2021, 8:07 PM IST

  • ઓવર સ્પીડથી ચાલતા વાહનોને અંકુશમાં લેવા ઇન્ટરસેપ્ટરવાન
  • અતિઆધુનિક લેસર સ્પિડગન, PTZ કેમેરાથી ઓવર સ્પીડ વાહનો ઝડપી પડાશે
  • ગતિ નિયંત્રણમાં આવશે, અકસ્માતો અટકાવવામાં થશે મદદરૂપ

લુણાવાડા: તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (Gujarat State Traffic Branch) તરફથી ગૃહપ્રધાનના વરદ હસ્તે સમગ્ર રાજયમાં ટ્રાફિકની કામગીરી માટે ઇન્ટરસેપ્ટરવાન (Interceptor Van) અને કેમ્પર વાહનની ફાળવણી કરવામાં આવી છે. આ અન્વયે મહીસાગર જિલ્લા (Mahisagar District)માં પણ મહીસાગર પોલીસ અધિક્ષક (Mahisagar Superintendent of Police)ની સુચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ વિભાગના મોનિટરિંગ હેઠળ એક ઇન્ટરસેપ્ટરવાન અને એક કેમ્પર વાહન માર્ગ સલામતી માટે કાર્યરત કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાન અને કેમ્પર વાહન કાર્યરત

અતિઆધુનિક ટેકનોલોજીથી સજ્જ છે આ ઇન્ટરસેપ્ટરવાન

વધુ સ્પીડના કારણે થતા વાહન અકસ્માતના બનાવો અટકાવવા માટે આધુનિક રીતે તૈયાર કરવામાં આવેલી ઇનોવા ઇન્ટરસેપ્ટર વાનમાં અતિઆધુનિક લેસર સ્પિડગન, PTZ કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવેલી છે.

ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર ગાળિયો કસાશે

જિલ્લા હેડક્વાટર dysp હાર્દિક કુમાર પ્રજાપતિએ વાનમાં લગાવવામાં આવેલી આધુનિક ટેક્નોલૉજીની સિસ્ટમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઇન્ટરસેપ્ટરવાન માર્ગ પર ઓવર સ્પીડથી ચાલતા વાહનોને અંકુશમાં લેવા, તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા, તેના કારણે થતા અકસ્માત ઘટાડવા અને વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને લોકોનો કિંમતી સમય બચાવી શકાય તે માટે કાર્યરત કરવામાં આવી છે, જેમાં લગાડવામાં આવેલી અતિઆધુનિક લેસર સ્પિડ ગન PTZ કેમેરા પબ્લિક એડ્રેસ સિસ્ટમની મદદથી ઓવર સ્પિડથી તેમજ ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલકોને પારદર્શક રીતે ટ્રેસ કરી દંડનીય કાર્યવાહી કરી શકાય છે.

ઇન્ટરસેપ્ટર વાનમાં અતિઆધુનિક લેસર સ્પિડગન, PTZ કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ

ઝડપાયેલા વાહનચાલકો વિરુદ્ધ થશે કાર્યવાહી

આ વાનના પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા વાહનચાલકો વિરુધ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 183 મુજબ ટુ-વ્હીલર માટે 1500, ફોર વ્હીલર માટે 2,000 અને અન્ય ભારે વાહનો માટે 4,000ના દંડની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતો અટકાવવા અને વાહનચાલકોની ગતિ નિયંત્રણ થશે.

હાઇવે પેટ્રોલિંગ માટે બોલેરો કેમ્પર

આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ તરફથી ટ્રાફિકની કામગીરીની સરળતા માટે તેમજ માર્ગ પર આકસ્મિક બનતી ઘટનાઓમાં આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરી માટે હાઇવે પેટ્રોલિંગ માટે બોલેરો કેમ્પર વાહન પણ ફાળવવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક PI અને ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં આ બંને વાહનો કાર્યરત થતા અનિયંત્રિત ગતિએ પૂર ઝડપે ચલાવતા વાહનચાલકોની ગતિ નિયંત્રણમાં આવશે અને અકસ્માતો અટકાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: નેર ગામમાં દલિતો પર હુમલો: ભુજની જનરલ હોસ્પિટલમાં જીગ્નેશ મેવાણીએ દલિત પરિવારની લીધી મુલાકાત

આ પણ વાંચો:સુરતમાં એક બાળક માટે રજા બની સજા, મકાઈ પુલ પર સેલ્ફી લેવા જતા બાળક તાપી નદીમાં પડ્યો, 2 દિવસે મળ્યો મૃતદેહ

ABOUT THE AUTHOR

...view details