સમગ્ર જિલ્લાના શહેર અને ગામોમાં સખ્ત ગરમીને કારણે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. જેથી શાકભાજીના છુટક બજારમાં ભાવો વધ્યાં છે. જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
શાકભાજી-1 કિલોના ભાવ | પહેલાનો ભાવ | હાલનો ભાવ |
ડુંગળી | 8-10 | 15 |
બટાકા | 10 | 20 |
કોથમીર-ફુદીનો | 50 | 80 |
ગુવાર | 60 | 80 |
ફુલાવરના | 40 | 80 |
દુધી | 25 | 45 |
ભીંડા-કારેલા | 60 | 100 |
ચોળી | 60 | 80 |