ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સતત પડેલા વરસાદને પગલે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા - vegetable

મહીસાગર: ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી પડેલા વરસાદને પગલે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે વરસાદની અસરથી શાકભાજીના ભાવ બે થી અઢી ગણા થયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો રસોઈનું મેનુ પણ બદલાઈગયુ છે. લોકો લીલા શાકભાજીના બદલે કઠોળ ખાતા થયા છે. મહિલા વર્ગે શાકભાજીની ખરીદીમાં કાપ મુકવાનું શરૂ કર્યું છે. એક મહિના પહેલા 30 થી40 રૂપિયા કિલો મળતા શાકભાજી હાલ બજારમાં 80 થી 120 રૂપિયે કિલો મળી રહ્યા છે.ચોમાસામાં સામાન્ય રીતે તુરીયા, ટમેટા, ગુવાર, ભીંડા જેવા શાકભાજીની આવક વધારે હોય છે. પરંતુ હાલમાં રીંગણ, સરગવાસીંગ, મૂળા, કોબીજ, મરચાં, ફૂલેવાર અને સવાની ભાજીની કિમત પ્રતિ કિલો 80 થી 120 રૂપિયાના થયા છે.

શાકભાજીના ભાવ

By

Published : Aug 18, 2019, 5:12 AM IST

હાલનોભાવ પહેલાનો ભાવ

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સતત પડેલા વરસાદને પગલે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
  • રીંગણ- 120 રૂ. પ્રતિકિલો ,15-20 રૂ. પ્રતિકિલો
  • ટામેટાં- 40 રૂ., 25 રૂ.
  • ભીંડા-- 80 રૂ., 20 રૂ.
  • સરગવો- 100 રૂ. 40 રૂ.
  • મુળો- 120 રૂ. 30 રૂ.
  • દૂધી- 80 રૂ. 20 રૂ.
  • મરચાં- 120 રૂ. 40 રૂ.
  • કોબીજ- 80 રૂ. 20 રૂ.
  • ફુલેવાર- 100 રૂ. 20 રૂ.
  • સવાભાજી- 90 રૂ. 40 રૂ.

રાજ્યમાંથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ઘણા રૂટ બ્લોક થયા હોવાના કારણે હેરફેર માટે ટ્રકની અવરજવર શાકભાજીનો જથો લઈને આવતાં ટ્રક અટવાઈ ગયા છે. જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં છે.શાકભાજીના ભાવમાં 80 રૂ. થી 100 રૂ. નો વધારો જોવા મળી રહ્યો છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલી શાકભાજીની મંડીઓ પર મહિલાઓ એ મોંઘવારી વધતા શાકભાજી ખરીદવાનું ઓછું કરી દીધું છે. 1 કિલોની જગ્યાએ હવે 250 કે 500 ગ્રામ શાકભાજી ખરીદવું પડે છે અને પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તો વેપારી કહે છે કે વરસાદમાં જે માલ પહેલા આવતો હતો તેની જગ્યા 50 ટકા માલ આવતો હોવાથી અને ગ્રાહકોની માંગ વધુ હોવાથી ભાવ વધી રહ્યા છે.

ખેડૂતો ને પણ વધુ પાણી ખેતરોમાં ભરાતા શાકભાજીના પાકો નષ્ટ થયાનું જણાવી રહ્યા છે. દરેક શાકભાજીના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે ગ્રાહકો ઓછું શાકભાજી ખરીદે છે.ત્યારે આ બાબતે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતમાં APMCના ચેરમેન હરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે હાલમાં વરસાદનો સમય છે. તેથી રસ્તાઓ બંધ થયા હોય કે બ્લોક હોય જેથી શાકભાજી લઈને આવતી ટ્રકો અહીં ન આવી શકતા આ પરિસ્થિતી સર્જાઈ છે.

ABOUT THE AUTHOR

...view details