- લુણાવાડા વર્ષ - 2019-20 - 3826 જન્મ્યા, 96 ના મોત
- બાલાસિનોર - વર્ષ 2019-20 - 2109 જન્મ્યા, 57 ના મોત
- સંતરામપુર - વર્ષ 2019-20 - 4419 જન્મ્યા, 154 ના મોત
- કડાણા - વર્ષ 2019-20 - 2289 જન્મ્યા, 47 ના મોત
- વિરપુર - વર્ષ 2019-20 - 1531 જન્મ્યા, 36 ના મોત
- ખાનપુર - વર્ષ 2019-20 - 1563 જન્મ્યા, 42 ના મોત
- કુલ 15737 જન્મ જેમાથી કુલ 432
મહીસાગર જિલ્લામાં 2019-20માં 0 થી 1 વર્ષના કુલ 432 બાળકોના મોત
મહીસાગરઃ જિલ્લામાં બાળકોના મોતનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતનાં મોટા શહેરોની હોસ્પિટલોમાં બાળકોના મોતના ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં માસૂમ બાળકોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. નવજાત શિશુઓના મોતને લઈને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર ચર્ચામાં રહી છે. જો કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોતનો આંકડો ઘણો મોટો જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર મહીસાગર જીલ્લામાં 2019-20 વર્ષમાં 0 થી 1 વર્ષના કુલ 432 બાળકોના મોત થયાનું બહાર આવ્યું છે. મહીસાગર સિવિલ હોસ્પીટલમાં 2019/20 વર્ષ દરમિયાન ફક્ત એક જ બાળકનું મોત થયું છે. મહીસાગર જિલ્લામાં તાલુકા પ્રમાણે આંકડા જોઈએ તો...
બાળકોના મોતના ચોકાવનારા આંકડાઓ
બાળકોના મોતનો આંકડો સામે આવતા ફરી બાળકોના મોત અંગે ગુજરાતના જિલ્લાનું નામ આવ્યું છે.