ગુજરાત

gujarat

ETV Bharat / state

MGVCL કર્મીઓને શોકોઝ નોટિસ પાઠવવાના મામલે કર્મચારીઓએ CL પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી

MGVCL કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા 700 થી 800 કર્મચારીઓને ખોટી શોકોઝ નોટિસ પાઠવવના મામલે તારીખ 1 જુલાઈના રોજ કર્મચારીઓએ સામુહિક માસ સી.એલ.પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

MGVCL કર્મચારીઓને શોકોઝ નોટિસ પાઠવવના મામલે કર્મચારીઓએ સામુહિક માસ સી.એલ. પર જવાની ચીમકી ઉચ્ચારી
MGVCL કર્મચારીઓને શોકોઝ નોટિસ પાઠવવના મામલે કર્મચારીઓએ સામુહિક માસ સી.એલ. પર જવાની ચીમકી ઉચ્ચારી

By

Published : Jul 1, 2020, 10:25 PM IST

લુણાવાડાઃ MGVCL કંપનીના કર્મચારીઓના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારી/ કર્મચારીઓ પોતાની સંસ્થાને વફાદાર પૂર્વક કામ કરી રહ્યા છે. વીજ પુરવઠો પૂરો પાડવાની બાબતે કોરોનાની મહામારીમાં પણ અધિકારી/કર્મચારીઓએ જીવના જોખમે કામ કરી રહ્યા છે અને ચોમાસામાંની ઋતુમાં વાવા ઝોડામાં, વરસાદમાં પણ ગ્રાહકોની સેવામાં તત્પર હોય છે.

MGVCL કર્મચારીઓને શોકોઝ નોટિસ પાઠવવના મામલે કર્મચારીઓએ સામુહિક માસ સી.એલ. પર જવાની ચીમકી ઉચ્ચારી

આવા મહામારીના સમયમાં એમ.જી.વી.સી.એલ. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા 700થી 800 કર્મચારીઓને ખોટે ખોટી શોકોઝ નોટિસ પાઠવવામાં આવેલ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. જેની મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરી હતી. જેને ગ્રાહય ન રાખતા કર્મચારીઓ તારીખ 1લી જુલાઈના રોજ સામુહિક માસ સી.એલ.પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓ આ મામલે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આગળના કાર્યક્રમો ચાલુ રહેશે તેવું આર.બી.માલિવાડ સર્કલ સેક્રેટરી ગોધરા દ્વારા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details