બાલાસિનોર: સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ અને ગુજરાત રાજ્યની પ્રજા કોરોના કોવિડ-19 વાઈરસની મહામારી સામે છેલ્લા ત્રણ મહિનાથી ઝઝૂમી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થતાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની આજીવિકા બંધ થઈ ગઈ છે. લોકો માટે હાલની પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ કઠિન બન્યું છે.
બાલાસિનોર લોકડાઉનમાં કોંગ્રેસ દ્વારા વીજબિલ, પાલિકા વેરો, અને શિક્ષણ ફી માફ કરવા આવેદન પાઠવ્યું - કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ
લોકડાઉનના કારણે લોકસમસ્યામાં વધારો થયો હોવાથી કોંગ્રેસ પક્ષ દ્વારા વીજબિલ, વેરો, અને શિક્ષણ ફી માફ કરવા ગુરુવારે બાલાસિનોર પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં ગુજરાત રાજ્ય લાંબા લોકડાઉન પગલે આજે સામાન્ય પ્રજાની સહાય માટે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી અને રજૂઆત કરી છે.
જેને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા વીજબિલ, વેરો, અને શિક્ષણ ફી માફ કરવા ગુરુવારે બાલાસિનોર પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે ગુજરાત રાજ્ય લાંબા લોકડાઉન પગલે આજે સામાન્ય પ્રજાની સહાય માટે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી અને રજૂઆત કરી છે. જેમાં માર્ચ 2020થી જૂન 2020 સુધી તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોના રહેઠાણ, પાણી, મિલકત, તેમજ નાના વેપાર વેપારી જુના ધંધાનાં સ્થળના વેરા માફ કરવામાં આવે, ખાનગી શાળાઓની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાંઆવે, અથવા સરકાર આવી ફીની રકમની સહાય પૂરી કરે જેવી માગણી સમાવવામાં આવી છે.
વર્તમાન સમયમાં દેશના અને રાજ્યના પ્રત્યેક વ્યક્તિ માટે સમય કપરો સાબિત થયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉપરોક્ત માગણીઓની સહાય કરવામાં આવે તેવી માંગ સાથે બાલાસિનોરના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ અને કાર્યકર્તાઓ સાથે બાલાસિનોર પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવ્યું છે.