મહીસાગરઃ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર એસ.બી.શાહ તથા આરોગ્ય વિભાગના તબીબો સાથે મળી સંતરામપુરના અર્બનના વિસ્તાર કે, જેને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેની મુલાકાતે પહોંચ્યા હતા.
ડૉ.શાહે તેમની મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલા ઘરોની મુલાકાત લઈને દરેકના આરોગ્યની સાથે આયુર્વેદિક ઉકાળો, આર્સેનિક આલ્બની ગોળીઓ મળી છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા શીખ આપી હતી.