મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં વસતા આદિવાસીઓ માટે લોકડાઉનના સમયમાં પ્રકૃતિ વરદાનરૂપ સાબિત થઈ છે. વર્તમાનમાં જ્યારે લોકડાઉનમાં તમામ પ્રકારના રોજગાર ક્ષેત્રો બંધ થઈ ગયા છે, ત્યારે આદિવાસીઓ મહુડાના ફૂલ વીણીને રોજગારી મેળવી રહ્યાં છે.
મહીસાગરમાં આદિવાસીઓ મહુડાના ફૂલ વીણીને મોટી રોજગારી મેળવી કોરોના વાઇરસને રોકવા માટે લોકડાઉન ચાલે છે ત્યારે તમામ રોજગાર ધંધા બંધ છે. દૂર દૂર જઈને રોજગારી મેળવી, મજૂરી, ખેતમજૂરી કરી પેટીયું રળતા તમામ લોકો પોતાના વતન આવી ગયા છે. જિલ્લાના ડુંગરાળ અને આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિ આજે આવી કપરી પરિસ્થિતિમાં પણ ખુશ ખબર લઈને આવી છે. હાલના સમયે અહીંના આ વિસ્તારમાં મહુડાનાં ફૂલની સિઝન ચાલી રહી છે જે પુરબહાર ખીલી છે અને આદિવાસીઓ આ મહુડાનાં ફૂલ વીણીને મોટી રોજગારી મેળવી રહ્યા છે.
મહીસાગરમાં આદિવાસીઓ મહુડાના ફૂલ વીણીને મોટી રોજગારી મેળવી પ્રકૃતિપૂજક તરીકે ઓળખાતા આદિવાસીઓને પ્રકૃતિએ આશીર્વાદ આપ્યા છે જેથી દર વર્ષ કરતા આ વખતે મોટા પ્રમાણમાં ફૂલ લાગ્યા છે અને ખરી રહ્યા છે. જેથી આદિવાસી વિસ્તારના 80 ટકા પરિવારોને કપરા સમયે મદદ થઈ રહી છે.મહુડાના વૃક્ષે મહુડા ફૂલ આપવાનું ચાલુ કરતાં આદિવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ફૂલ વીણીને અને તેને એકત્રિત કર્યા બાદ વેચીને આદિવાસીઓ આવક મેળવતા થતી આવક ઉપર આદિવાસીઓના સંપૂર્ણ કુટુંબો નભતા હોય છે.
મહુડાના ફૂલના ભાવ દર વર્ષે વન વિકાસ નિગમ દ્વારા જાહેર કરવામાં આવે છે, અને તે મુજબ મહુડાના ફૂલની કિંમત આદિવાસીઓને મળતી હોય છે. કડાણા-સંતરામપુર-ખાનપુર પંથકમાં 80 ટકા વસ્તી આદિવાસીઓની છે અને તેઓ જંગલ આસપાસ હંમેશા રહેતા હોય છે હાલ આદિવાસીઓ માટે આવકને સ્વરોજગારીનું સાધન ગણાતા મહુડાના ફુલોની સિઝન ભરપુર ખિલી ઉઠી છે.
ચાલુ વર્ષે મહુડાને સારી માત્રમાં ફુલો આવતા આદિવાસ પ્રજા ખુશખુશાલ જોવા મળી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ ફૂલો એકત્ર કરવાના કામમાં જોતરાઇ ગયા છે અને ફૂલો એકત્રિતકરી સુકવીને વેચાણ કરી રોજી રોટી મેળવે છે. પહેલાના સમયમાં મહુડાના ફૂલોનો દેશી દારુ બનાવવા માટે જ વધુ પડતો ઉપયોગ થતો હતો. પરંતુ જેમ જેમ વર્ષો ગયા તેમ આદિવાસીઓએ આ મહુડાના ફૂલોને કમાવવાનું સાધન બનાવ્યું. જે થોડા સમય પૂરતી રોજગારી પણ પૂરી પાડે છે અને વેચી દેતા હોવાથી દારુ બનાવવામાં પણ ઉપયોગ થતો નથી. જે આદિવાસી સમાજ માટે સારી વાત છે. એક મહુડાનું વૃક્ષ વર્ષે સરેરાશ 200 કિલો ફૂલનું ઉત્પાદન કરતુ હોય છે અને આ વર્ષે પ્રતિ કિલોના 25 રૂપિયાથી વધુ ભાવ મળી રહે છે. જેનો આદિવાસીઓને આ સુકી સીઝનમાં ખૂબ જ કામ આવે છે.