- 18 થી 44 વર્ષ વયના 27,712 નાગરિકોને કોરોના રસી આપવામાં આવી
- જીલ્લામાં કુલ 3,80,495 જેટલા નાગરિકોએ કોરોના વિરોધી રસી લીધી
- લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 1,14,280 નાગરિકોએ કોરોના રસી લીધી
મહિસાગર: જિલ્લામાં 14મી જૂન 2021 સુધીમાં લુણાવાડા તાલુકામાં 1,14,280, બાલાસિનોર તાલુકામાં 54,427, સંતરામપુર તાલુકામાં 94,621, ખાનપુર તાલુકામાં 32,066, કડાણા તાલુકામાં 47,236, અને વીરપુર તાલુકામાં 37,865 મળી જીલ્લાના છ તાલુકાના કુલ 3,80,495 જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટલાઈન વોરિયર, 18 થી 44 વર્ષની વયના તેમજ 45 થી 59 અને 60 વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો દ્વારા કોરોના વેક્સીનેશન કરાવ્યું છે. જેમાં 18 થી 44 વર્ષ વયના 27,712 નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન આપી સુરક્ષિત કરાયા છે.
2,71,034 નાગરિકોને પ્રથમ ડોઝ
જિલ્લામાં અત્યાર સુધીમાં 6027 આરોગ્ય કોરોના વોરિયર, 9143 ફ્રંટ લાઈન કોરોના વોરિયર, 45 થી 59 વર્ષના અને 60 થી વધુ ઉંમરના 2,28,152 તેમજ 18 થી 44 વર્ષ વયના 27,712 જેટલા નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધી જિલ્લામાં 2,71,034 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 1,09,461 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.