ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 18 કેસ નોંધાયા, કુલ સંખ્યા 288 થઇ - Total cases of mahisagar corona

મહીસાગર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લામાં બુધવારે વધુ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાંથી લુણાવાડામાં 3, બાલાસિનોરમાં 12, ખાનપુરમાં 2 અને વિરપુરમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 288 પર પહોંચી છે. દિનપ્રતીદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

corona
મહીસાગરમાં કોરોનાના વધુ 18 કેસ નોંધાયા, કુલ સંખ્યા 288 પર પહોંચી

By

Published : Jul 22, 2020, 10:54 PM IST

મહીસાગરમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા

  • લુણાવાડામાં 3, બાલાસિનોરમાં 12, ખાનપુરમાં 2 અને વિરપુરમાં 1 નવા કેસ નોંધાયા
  • જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 288 થઇ
  • જિલ્લામાં કોરોનાથી કુલ 17 ના મોત

મહીસાગરઃ જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લામાં બુધવારે વધુ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ માંથી લુણાવાડામાં 3, બાલાસિનોરમાં 12, ખાનપુરમાં 2 અને વિરપુરમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 288 પર પહોંચી છે. દિનપ્રતીદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ એસ. બી શાહના જણાવ્યાં મુજબ અત્યાર સુધી જિલ્લામાં કોરોનાથી 17 ના મોત થયાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6,769 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 514 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

બુધવારે 5 દર્દીઓએ કોરોનાને માત આપતા અત્યાર સુધીમાં 187 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 46 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તો અન્ય 30 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 75 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.

ABOUT THE AUTHOR

...view details