ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 413 પર પહોંચી - Contentment zone in mahisagar

મહિસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને દિનપ્રતીદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં વધુ 13 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા નવા કેસમાંથી લુણાવાડામાં 5, બાલાસિનોરમાં 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 413 પર પહોંચી છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 

મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 413 પર પહોંચી
મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 413 પર પહોંચી

By

Published : Jul 31, 2020, 8:16 PM IST

મહીસાગર: જીલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ એસ.બી.શાહના જણાવ્યા અનુસાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 9,008 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 495 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 241 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. ઉપરાંત, આજે 2 દર્દીના મોત થતાં અત્યાર સુધીમાં કોરોનાથી જીલ્લામાં 26 લોકોના મૃત્યુ નિપજયા છે.

જીલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 38 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય 108 દર્દીઓ જીલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 146 દર્દીઓ સ્ટેબલ છે.

ABOUT THE AUTHOR

...view details