- કુલ 38 મોબાઈલ રથ મારફતે આરોગ્ય લક્ષી સેવા
- દર્દીને સ્થળ પર જ દવા અને આરોગ્યની સારવાર
- તાવ, શરદી, ઉધરસ, ડાયાબીટીસ, અને હાઈપર ટેન્શનની તપાસ કરી સારવાર
મહીસાગર:ધનવંતરી રથમાં RBSK ડોક્ટર અને તેમની સાથે પેરામેડિકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગર વિસ્તારમાં સરકારની આરોગ્યસેતુ એપ્લીકેશન દ્વારા નોંધાયેલા વિસ્તાર હાઈરીસ્ક અને લો-રીસ્ક એરીયામાં રહેતા લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવે છે અને પલ્સ ઓક્સીમીટર વડે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. બ્લડપ્રેશર પણ માપવામાં આવે છે. જરૂર જણાય તેવા દર્દીને સ્થળ પર જ દવા અને આરોગ્ય સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચોઃકોરોના સંક્રમણને પગલે જૂનાગઢમાં 15 ધન્વંતરી રથ કાર્યરત કરાયા
સંજીવની રથ દ્વારા 8,298 વખત કોરોના પોઝિટિવ દર્દીની મૂલાકાત લઈ આરોગ્યની દેખરેખ
જિલ્લામાં સંજીવની રથ 17 ફાળવવામાં આવેલા છે. જેમાં એક આયુષ મેડીકલ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર અથવા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા જિલ્લામાં 8,298 વખત કોરોના પોઝિટિવ દર્દીની મૂલાકાત લઇ તેના આરોગ્યની સતત દેખરેખ રાખવામાં આવે છે. તપાસ દરમિયાન જો કોઈ દર્દીની તબિયત ગંભીર જણાય તો તુરંત તેમને કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે.