મહીસાગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના સાથે સામૂહિક યુદ્ધ માટે હું પણ કોરોના વોરિયરનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનનો 21મે થી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પ્રત્યેક ગુજરાતી બનશે કોરોના વોરિયર અને હું હંમેશા માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળીશ, હું મારા પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તે સુનિશ્ચિત કરીશ. હું દો ગજ દૂરી, સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશ. એમ ત્રણ સંકલ્પ લઈ સંકલ્પ બદ્ધ થશે. આ અભિયાનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહીસાગર: નાગરિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી 'હું પણ કોરોના વોરિયર' અભિયાનમાં જોડાયા - મહિસાગર આરોગ્ય વિભાગ
રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોરોના સાથે સામૂહિક યુદ્ધ માટે હું પણ કોરોના વોરિયરનું અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનનો 21મે થી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો.જેમાં લોકોએ ત્રણ સંકલ્પ લેવાના રહેશે.તેમજ આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરવાની રહેશે.જેને લઇને મહિસાગરમાં કલેકટર દ્રારા લોકોને આરોગ્ય એપ ડાઉનલોડ કરવા માટે પ્રચાર કરાવામાં આવ્યો હતો.
આરોગ્ય સેતુ એપ જિલ્લાના વધુને વધુ લોકો ડાઉનલોડ કરે તે માટે કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ લોકોને અપીલ કરી હતી.અને લોકોમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લાના આરોગ્ય કર્મીઓ અને પ્રાથમિક શિક્ષકો દ્વારા જિલ્લાના ગામમાં આયુર્વેદિક ઉકાળા, સમસમ વટી, વિટામીન-C, આર્સેનિક આલ્બમની દવાઓના વિતરણ તેમજ સર્વેલન્સની કામગીરી દરમિયાન નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સમજ આપવાની સાથે ડાઉનલોડ કરાવવામાં આવી રહી છે.જેમાં જિલ્લામાં અત્યાર સુધીમાં 52,000થી વધુ નાગરિકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે.