ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident in Mahisagar: મહીસાગરમાં લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં, કાર વરઘોડામાં ઘૂસતા અનેક લોકો ફંગોળાયા, 1નું મોત

મહીસાગરમાં વરઘોડામાં એકાએક કાર ઘૂસી જતાં લગ્નપ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પૂરઝડપે આવેલી આ કારે 20થી વધુ લોકોને ઈજા પહોંચાડી હતી. જ્યારે એક મહિલાનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Accident in Mahisagar: મહીસાગરમાં લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં, કાર વરઘોડામાં ઘૂસતા અનેક લોકો ફંગોળાયા, 1નું મોત
Accident in Mahisagar: મહીસાગરમાં લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં, કાર વરઘોડામાં ઘૂસતા અનેક લોકો ફંગોળાયા, 1નું મોત

By

Published : Feb 16, 2023, 9:41 PM IST

બાલાસિનોર પોલીસમાં ફરિયાદ

મહીસાગરઃજિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડામાં અચાનક સ્વીફ્ટ કાર ઘૂસી ગઈ હતી. તેના કારણે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગઈ મોડી રાત્રે બનેલા અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. તેમાં જોવા મળે છે કે, વરઘોડામાં જાનૈયાઓ નાચી રહ્યા હતા. તે સમયે જ હાઈવે પર સામેથી પૂરઝડપે આવેલી કાર વરઘોડામાં ઘૂસી આવીને લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટના બનતા લગ્નના વરઘોડામાં ખુશીની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો.

આ પણ વાંચોઃSurat Accident: સુરતમાં ટેન્કરની ટક્કરે દંપતીનું મોત, જીદ કરીને સાથે આવેલી બાળકીનો બચાવ

મળતી માહિતી અનુસાર, બાલાસિનોર રિલાયન્સ પેટ્રોલ પંપની સામેના વિસ્તારમાં એક લગ્નપ્રસંગ હતો. તેને લઈ મોડી રાત્રે વરરાજાનો વરઘોડો બાલાસિનોર શહેરમાં નીકળ્યો હતો. બરાબર આ જ સમયે બાલાસિનોર સેવાલિયા રોડ પર પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારના કારચાલકે વરઘોડામાં નાચતા મહેમાનોને અડફેટમાં લીધા હતા. આ અકસ્માત થતાં વરઘોડામાં અફરાતફરી મચી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. તેમ જ 20થી 25 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલઃ જ્યારે સ્થળ પરના લોકોએ ફોન કરીને 108 એમ્બલન્સને બોલાવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને બાલાસિનોરની કે. એમ. જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક સામાન્ય ઈજાગ્રસ્તને તેમના પરિવારજનો દ્વારા બાલાસિનોરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે મહીસાગર જિલ્લા SP રાકેશ બારોટે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ સેવાલિયા તરફ જવાના રોડ પર વરઘોડો જઈ રહ્યો હતો. તે દરમિયાન સ્વિફ્ટ કાર અચાનક ધસી આવી હતી ને અકસ્માત સર્જ્યો હતો. તેના કારણે 20 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ને એક મહિલાનું મોત થયું હતું. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, વાહનચાલકને પણ ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. તો હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તો પાસેથી અકસ્માતની માહિતી મેળવવામાં આવી હતી.

આ પણ વાંચોઃPatan Accident : રાધનપુરમાં અકસ્માતને લઈને પોલીસ આરટીઓ પર થયા હપ્તા ખાવાના આક્ષેપો

બાલાસિનોર પોલીસમાં ફરિયાદઃ બાલાસિનોર ટાઉન વિસ્તારમાં બાલાસિનોરથી સેવાલિયા રોડ ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે સેવાલીયા તરફથી આવતી એક મારૂતિ સ્વીફટ ગાડી નંબર GJ-31-4-4159ના ચાલક ડ્રાઈવર આરોપી સ્મિતકુમાર મંગળસિંહ ઝાલાએ પોતાની ગાડી પૂરઝડપે અને બેફામ રીતે હંકારી વરઘોડામાં ઘૂસાડી દીધી હતી. એટલે 46 વર્ષીય ફરિયાદી કમલેશ કાળીદાસે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details