લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ગર્ભવતી સ્ત્રીઓ અને નવા જન્મેલા બાળકોને યોગ્ય પોષણ કઈ રીતે મળે તેનું માર્ગદર્શન મળી રહે તેવો છે. રાજ્ય સરકારે માતા અને બાળકોને સુપોષણ આપવા માટેની વિવિધ યોજના અમલમાં મૂકી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના માધ્યમથી રાજ્ય સરકાર આ કામ કરી રહી છે. ગર્ભવતી સ્ત્રીઓને અને નવા જન્મેલા બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા કાળજી અને તકેદારીનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત પૂરક પોષણ અંગેના લાભની અંગે પણ જાણકારી આપવામાં આવે છે.
લુણાવાડામાં મહિલાઓને સુપોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણનું માર્ગદર્શન અપાયું - Nutrition month
મહીસાગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. અહીં આવેલી મહિલાઓને પૂરક આહાર અને આરોગ્યલક્ષી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.
લુણાવાડામાં મહિલાઓને સુપોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણનું માર્ગદર્શન અપાયું
લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોડાસા ફળીની આંગણવાડી ખાતે પોષણ માસ અને અર્બન હેલ્થ એન્ડ ન્યુટ્રિશિયન ડેની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઉપસ્થિત રહેલી મહિલાઓને પૂરક આહાર અને આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીએ એવા કયા આહાર લેવા જેમાંથી તેમને યોગ્ય પોષણ મળે તેમ જ નવા જન્મેલા બાળકોને પોષણક્ષમ આહાર કેવી રીતે પૂરો પાડવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.