લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા 150 જેટલા વિવિધ સંવર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ ઊઠી છે. 150થી વધારે કર્મચારીઓએ ભેગા મળીને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
મહીસાગરમાં 150 આરોગ્ય કર્મચારીઓને કાયમી નહીં કરાય તો આંદોલનની ચીમકી
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા 150 જેટલા વિવિધ સંવર્ગના કર્મચારીઓને કાયમી કરવા માગ ઊઠી છે. 150થી વધારે કર્મચારીઓએ ભેગા મળીને જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
આ અગાઉ પણ એનએચએમ યૂનિયનના રાજ્યકક્ષાના પ્રમુખ દ્વારા છેલ્લા બે વર્ષથી સરકારને કરવામાં આવેલી માંગણીનો પણ ઉકેલ લાવવામાં આવે તેવી માગ કરી હતી. એનએચએમ યૂનિયન દ્વારા જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં એનએચએમ કર્મચારીઓની માગણીઓને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ મળતા આજે શુક્રવારે ફરી એકવાર આરોગ્ય અધિકારીને પોતાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્યના તમામ જિલ્લાના NHM સ્ટાફ સાથે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા મહિસાગર જિલ્લાના આરોગ્ય વિભાગના કરાર આધારિત તમામ વર્ગના કર્મચારીએ પોતાની માગણી ન સંતોષાય તો માસ CL ઉપર જવાનો નિર્ણય કર્યો છે. તેમજ 12 ઓક્ટોબરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.