- જિલ્લામાં ઈદેમિલાદ પર્વને લઈને મુસ્લિમ વિસ્તારોમાં અનેરો ઉત્સાહ
- તમામ મસ્જિદો અને દરગાહો રોશનીના ઝગમગાટથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
- મુસ્લિમ બિરાદરોએ વિશ્વ શાંતિ તેમજ માનવજાતના કલ્યાણ માટે ખાસ દુઆઓ ગુજારી
મહીસાગર: ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં ઈદે મિલાદના તહેવાર તરીકે કરવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઈદ-એ-મિલાદની સાથે વિશ્વ શાંતિ તેમજ માનવજાતના કલ્યાણ માટે ખાસ દુઆઓ ગુજારી ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ વિસ્તારોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જોકે, કોરોનાના કારણે ઝુલુસ કાઢવાની પરંપરા બંધ રાખવામાં આવી છે.