ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરાઇ - District Development Officer Mahisagar

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાવાઈરસ (COVID-19) સામે સાવચેતીના પગલારૂપે જેની ગંભીરતાને ધ્યાને લેતા તેના સંક્રમણને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ સંબંધિત વિભાગો દ્વારા રાતદિવસ અનેક પ્રકારની કામગીરી હાથ ધરીને પ્રજાજનોના સ્વાસ્થ્યની કાળજી લેવામાં કોઇ કસર છોડવામાં આવી નથી.

મહીસાગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથધરાય
મહીસાગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથધરાય

By

Published : Mar 28, 2020, 11:22 PM IST

મહીસાગર : આ સંદર્ભે રાજ્ય સરકારના દિશાનિર્દેશોને અનુસરીને મહીસાગર કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની રાહબરી હેઠળ જિલ્લાની આરોગ્ય ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમાં જિલ્લામાં 27 માર્ચ સુધી 1,24,411 ઘરમાં 6,37,295 વ્યક્તિઓની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી. શાહે જણાવ્યું કે, આપણા ઘરોમાં વૃદ્ધો વડિલો હોય તો તેમની વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. કોરોના વાઇરસ વૃદ્ધ લોકો પર અસર કરતો હોય તેનું સંક્રમણ ન ફેલાય તે માટે ઘરમાં પણ વડીલોને ક્વોરન્ટાઇનમાં રહે તે વિશેષ આવકાર્ય છે.

ABOUT THE AUTHOR

...view details