બાલાસિનોરમાં હોળી પર્વમાં દશાનીમા વણિક-વૈષ્ણવ સમાજ દ્વારા નીકળતા 'કિર્તનીયા' - હોળીની ઉજવણી
બાલાસિનોરમાં દશાનીમા વણિકો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા વર્ષોથી હોળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. બાલાસિનોરમાં રહેતા વૈષ્ણવ અને દશાનીમાં વણિક સમાજના લોકો હોળીના દિવસે નગરમાં પાંચ સ્થળોએ સાંજે પ્રગટાવવામાં આવતી હોળીની પાંચ પ્રદક્ષિણા કરે છે. જે નગરજનોમાં કિર્તનીયા તરીકે ઓળખાય છે.
હોળી પર્વમાં દશાનીમા વણિક-વૈષ્ણવ સમાજ દ્વારા નીકળતા 'કિર્તનીયા'
મહીસાગર : ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ આ તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. બાલાસિનોર દશાનીમાં વણિક અને વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો એકઠા થઈને ભજન-કીર્તન અને રશીયા ગાતાં નગરની પાંચ હોળીની પ્રદક્ષિણા કરવા નીકળે છે. જેમાં વણિક સમાજના સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાઇ છે. આ પરંપરા બાલાસિનોરમાં છેલ્લા 100 વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે. જેને દશાનીમાં વણીક અને વૈષ્ણવ સમાજે આજે પણ જાળવી રાખી છે.
Last Updated : Mar 10, 2020, 5:00 AM IST