મહીસાગરઃ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થતા જિલ્લામાં વીજ વાયરો પર ઝાડ પડવાના કારણે જિલ્લાના 97 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જો કે MGVCL દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી મોટા ભાગના ગામોમાં વીજપુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો.
મહીસાગરમાં ભારે વરસાદના કારણે 97 ગામમાં વીજપુરવઠો ખોરવાયો - Rainfall in Mahisagar district
મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થતા જિલ્લામાં વીજ વાયરો પર ઝાડ પડવાના કારણે જિલ્લાના 97 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જો કે MGVCL દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી મોટા ભાગના ગામોમાં વીજપુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં સતત બે દિવસથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન આવતા જિલ્લામાં વીજવાયરો પર ઝાડ પડવાને કારણે 100થી વધું વિજપોલ નમી ગયા હતા, જ્યારે કેટલાક વીજપોલ ધરાશયી થયા હતા અને પાંચ DPને નુકસાન પણ થયું હતું. જેના કારણે જિલ્લાના 97 ગામમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. MGVCLના કર્મચારીઓ દ્વારા વીજવાયરો રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે આરંભવામાં આવી હતી.
જિલ્લાના મોટાભાગના ગામમાં વીજપુરવઠો ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. ભારે પવનને કારણે વિજપોલ નમી જવાથી તેમજ DPને થયેલા નુકશાનને કારણે MGVCLને પાંચ લાખ રૂપિયાથી વધુનું નુકશાન પણ થયું છે.