મહીસાગર: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ગુજરાતના 9 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમના જળ સ્તરમાં 24 કલાકમાં 17 ફુટનો ધરખમ વધારો નોંધાયો છે. ડેમનાં ઉપરવાસમાંથી 3 લાખ 269 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
મહીસાગરમાં સાર્વત્રિક વરસાદ, કડાણા ડેમમાં પાણીની આવક વધી - ગુજરાતીસમાચાર
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં વરસાદ પડવાથી ડેમના જળ સ્તરમાં વધારો થયો છે. જેથી ગુજરાતના 9 જિલ્લાઓને અને સિંચાઇ અને પીવાના પાણી માટે ફાયદો થશે.
મહિસાગર
ડેમનું જળ સ્તર વધતાં ગુજરાતના 9 જિલ્લાઓને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે. જિલ્લાના 6 તાલુકામાં જોઈએ તો અત્યાર સુધીમાં જિલ્લાના ખાનપુર તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો અન્ય તાલુકામાં લુણાવાડામાં 4 ઈંચ, સંતરામપુર તાલુકામાં 3 ઈંચ, વિરપુર તાલુકામાં 2 ઈંચ અને બાલાસિનોર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.