લુણાવાડા :કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આરોગ્ય ટીમ તથા આયુષ તબીબ દ્વારા પોઝિટિવ દર્દીના ઘરના સભ્યોની કરાઇ ચકાસણી - મહીસાગર ન્યૂઝ
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા. જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેમનામાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય, તે હેતુથી સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી, તાલુકા હેલ્થન ઓફિસર, મામલતદાર તથા આયુષ તબીબના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર, લુણાવાડાના આરોગ્ય કર્મીઓ અને આયુષ તબીબ દ્વારા પોઝિટિવ આવેલા દર્દીના ઘરના સભ્યોની ગૃહ મુલાકાત તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનના નાગરિકોના આરોગયની ચકાસણી કરી તેમજ હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓના SPO2ની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કોરોના સંદર્ભે સર્વેની કામગીરી કરી રોગપ્રતિકારક શકિત વધારતી હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-200ના સિંગલ ડોઝની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.