ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય અને અર્બન વિસ્તારમાં આરોગ્ય સેવા આપાઇ - Dhanvantari Rath Yojana

મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ 21 જેટલા ધનવંતરી રથ જિલ્લાનાં ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.

 મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય અને અર્બન વિસ્તારમાં આરોગ્ય સેવા આપાઇ
મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય અને અર્બન વિસ્તારમાં આરોગ્ય સેવા આપાઇ

By

Published : Jul 23, 2020, 9:35 PM IST

મહીસાગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહની રાહબરીમાં 21 જેટલા ધનવંતરી રથ જિલ્લાનાં ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.

મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય અને અર્બન વિસ્તારમાં આરોગ્ય સેવા આપાઇ


જિલ્લામાં 1 જુલાઈથી શરૂ કરવામાં આવેલા આ ધનવંતરી રથોનાં માધ્યમથી જિલ્લાના 588 ગામો અને 03 અર્બન વિસ્તારમાં 21 જેટલા ધનવંતરી રથ દ્વારા આ કામગીરી આરંભાઇ છે. જેના થકી જિલ્લાના 509 ગામોને આ રથનો લાભ મળ્યો છે.

જેમાં 29579 લોકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી છે. જેમાં 710 જેટલા તાવના દર્દી, 1152 શરદીના-05 સારીના, 207 ડાયાબિટીસના, 262 બ્લડ પ્રેશરના તેમજ અન્ય રોગોના 11,982 તેમજ 15,261 દર્દીને આયુષની દવાઓ આપવામાં આવી છે. જેમાંથી 174 દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે. આ ધન્વંતરી રથમાં RBSKનાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે.

મહીસાગરમાં ધનવંતરી રથ દ્વારા ગ્રામ્ય અને અર્બન વિસ્તારમાં આરોગ્ય સેવા આપાઇ

આ રથ કયા ગામે ક્યારે પહોચશે તેની જાણકારી સંબંધિત ગામનાં આરોગ્ય વર્કર તેમજ આશા બહેનોને અગાઉથી આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને તેની જાણકારી મળી રહે. આમ ધનવંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે.

કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો તેમજ 10 વર્ષથી નાના બાળકો અને છેવાડાના ગામમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ધનવંતરી રથ ગ્રામજનો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.

ABOUT THE AUTHOR

...view details