- સંજીવની રથની ટીમ દ્વારા આરોગ્ય તપાસ
- હોમ આઇસોલેશન દરમિયાન દર્દીઓને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજ અપાઇ
મહીસાગરઃ covid-19 સંદર્ભે નાગરિકોમાં જાગૃતિ આવે તેમજ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રિત રાખી શકાય તેવા ઉમદા હેતુસર સંજીવની રથની RBSK ટીમ દ્વારા લુણાવાડા નગર વિસ્તારમાં હોમ આઇસોલેશન કરેલા કોરોના દર્દીઓની ઘરે-ઘરે જઈ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેનાથી દર્દીઓમાં આત્મવિશ્વાસ દૃઢ બને તેમજ તેમને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે.
આ પણ વાંચોઃવડોદરા ભાજપ સંગઠને 4 ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી