ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ-19 રોગચાળા અંતર્ગત 65 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે આરોગ્યલક્ષી માર્ગદર્શિકા

હાલમાં કોરોના વાઈરસે ઘણા માણસોને અસર કરી છે અને હજી તેની અસર વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા કડક પગલાં લઇ કોરોના સંક્રમણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસથી બચવા માટે ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને બીજા અન્ય રોગો જેવા કે ડાયાબિટીસ, ટીબી, એચ.આઈ.વી., હ્રદય, મગજની બીમારી, કેન્સર, કિડનીની બિમારી, અને ફેફસાંની બિમારીને કારણે વૃદ્ધ વડીલોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.

કોવિડ-19 રોગચાળા અંતર્ગત 65 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે આરોગ્યલક્ષી માર્ગદર્શિકા
કોવિડ-19 રોગચાળા અંતર્ગત 65 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે આરોગ્યલક્ષી માર્ગદર્શિકા

By

Published : Apr 25, 2020, 12:42 PM IST

મહીસાગરઃ હાલમાં કોરોના વાઈરસે ઘણા માણસોને અસર કરી છે અને હજી તેની અસર વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા કડક પગલાં લઇ કોરોના સંક્રમણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસથી બચવા માટે ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને બીજા અન્ય રોગો જેવા કે ડાયાબિટીસ, ટીબી, એચ.આઈ.વી., હ્રદય, મગજની બીમારી, કેન્સર, કિડનીની બિમારી, અને ફેફસાંની બિમારીને કારણે વૃદ્ધ વડીલોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે.

વડીલોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મૃત્યુ થવાની શક્યતાઓ વધુ હોય છે. વડીલોમાં કોવિડ-19 ના સંક્રમણને રોકવા માટે પગલા લેવા જરૂરી છે.

જેના માટે શું કરવું જોઇએ... -->

ઘરમાં રહેવું, બહારથી આવેલા વ્યક્તિઓને મળવાનું ટાળવું, મળવું જરૂરી જણાયતો 1 મીટરનું અંતર રાખો, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલ અથવા ટિસ્યુનો ઉપયોગ કરવો, છીંક ખાધા પછી ટિસ્યુનો નિકાલ કરવો તેમજ રૂમાલ સાબુથી ધોઈ નાખવો, ઘરે તાજો રાંધેલો ગરમ ખોરાક લેવો તેમજ વારંવાર પાણી તથા તાજાં ફળોના રસના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

નિયમિત કસરત તેમજ પ્રાણાયામ કરવું. ડોક્ટર દ્વારા સૂચવેલી દવાઓ નિયમિત રીતે લેવી, દવાઓ ખૂટે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિકારીનો સંપર્ક કરવો, આપણા સગા સંબંધીઓ મિત્રો જોડે ફોન અથવા વીડિયોકોલ દ્વારા જ વાત કરો, પહેલાથી નક્કી કરેલી સર્જરી જેવી કે, મોતિયા બિંદુનું ઓપરેશન જરૂર ન હોય તો મુલતવી રાખવુ, વારંવાર હાથ લાગતી સપાટીને જંતુનાશક દ્વારા સાફ કરવાનો આગ્રહ રાખો, આપણા આરોગ્ય સંભાળ રાખો, જો કોઈ લક્ષણો જેવા કે તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા કંટ્રોલ રૂમ અથવા 104 નંબર પર સંપર્ક કરી આરોગ્યલક્ષી સલાહ લેવી.

આ સમયે શું ન કરવું જોઇએ -->

જો આપને શરદી કે, તાવ આવતો હોય તો બીજા વ્યક્તિ નજીક જવાનું ટાળવું, આપણી આંખ અને નાકને તથા જીભને અડકવું નહીં. (Covid-19) કોરોના વાઇરસના સંક્ર્મણમાં આવેલા વ્યક્તિઓ તેમજ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવુ, ડોક્ટરની સલાહ વગર જાતે દવા લેવી નહીં, હાથ મિલાવવાનું તેમ જ ઘરે મળવાનું ટાળવું, સામાન્ય આરોગ્યની તપાસ માટે હોસ્પિટલ જવાનું ટાળવું, શક્ય હોય તો ફોન દ્વારા તબીબો પાસે માર્ગદર્શન મેળવવું, ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે, બગીચાઓ બજાર તથા ધાર્મિક સ્થળો પણ જવાનું ટાળવું, જેથી કોરોના વાઇરસ સંદર્ભે સાવચેતી લઈ શકાય.

ABOUT THE AUTHOR

...view details