મહીસાગરઃ કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવા પોલીસ વિભાગના કર્મયોગીઓ રાત-દિવસ જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
કોરોના વૉરિયર્સઃ લુણાવાડા હેલ્થ સેન્ટર દ્વારા પોલીસકર્મીઓની આરોગ્ય તપાસ કરાઇ - Mahisagar News
કોરોના વાઇરસના સંક્રમણને રોકવા પોલીસ વિભાગના કર્મયોગીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેના આરોગ્યની જાળવણી માટે અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કોરોનાના કહેર વચ્ચે ફરજ બજાવતા પોલીસકર્મીઓની લુણાવાડા હેલ્થ સેન્ટર દ્વારા આરોગ્ય તપાસ
આ કર્મયોગીઓની આરોગ્યની જાળવણી પણ ઘણી જ જરૂરી છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આર.બી એસ.કે, ડૉ.દત્તું અને ડૉ. સુથારના સહયોગથી ફરજ બજાવતા તમામ પોલીસ વિભાગના કર્મચારીઓની આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ધરાઇ હતી.
તબીબો દ્વારા પોલીસ કર્મીઓનું થર્મલ ગનના માધ્યમથી તેમના શરીરનું તાપમાન નોંધી તેમને ઉપયોગી જાણકારી પણ આપવામાં આવી હતી. આ રીતે આરોગ્ય તપાસ કરી પોલીસ કર્મીઓને સુરક્ષિત રાખવાની કામગીરી અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા દ્વારા હાથ ધરવામા આવી હતી.