મહીસાગર: કોરોના મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
RBSK ટીમ દ્વારા સંતરામપુરમાં ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય તપાસ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા - આરોગ્ય તંત્ર
મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને RBSK ટીમ દ્વારા સંતરામપુરમાં ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય તપાસ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
![RBSK ટીમ દ્વારા સંતરામપુરમાં ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય તપાસ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા RBSK team conducts health check-up and rapid antigen test by Dhanvantari Rath in Santrampur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:57:18:1598362038-gj-msr-03-rbsk-rapid-test-script-photo-gj10008-25082020185614-2508f-1598361974-1010.jpeg)
આમ છતાં પણ હજૂ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી સંતરામપુરની RBSKની આરોગ્યની ટીમ દ્વારા સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથના માધ્યમથી નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી કોરોના અંતર્ગત સમજ આપવામાં આવી હતી. આ સમય દરમિયાન બોડા ગ્રામિણ બેન્ક, પંચમહાલ ડીસ્ટ્રીકટ બેન્ક, યુનિયન બેન્ક તેમજ આસપાસના વિસ્તારમાંથી 176ના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આમ, જિલ્લાના આરોગ્ય તંત્રના તમામ આરોગ્ય કર્મીઓ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અવિરતપણે તેઓની ફરજો અદા કરવાની સાથે તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનિટાઇઝરના
ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે.