લુણાવાડા નાની પાલ્લી ગામે મનરેગા હેઠળ તળાવ ઉંડુ કરનારા 141 શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરાઈ
લુણાવાડાના નાની પાલ્લી ગામે સર્વે નંબર 44 માં ચાલતા મનરેગા હેઠળ તળાવ ઉંડુ કરવાની કામગીરીમાં જોડાયેલા ગ્રામ્ય શ્રમિકોની થર્મલ ગનથી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
mahisagar
લુણાવાડા: કોરોના વાઇરસ (COVID-19) ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં કોરોનાને કાબુમાં રાખવા માટે નાનામાં નાની આરોગ્ય વિશયક કાળજી લઈને અનેકવિધ કાર્યો હાથ ધરાયા છે.