ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કુવેચિયા અને વસાદરા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો - મહીસાગરમાં આરોગ્ય કેમપનું આયોજન

કોરોના વાઇરસની મહામારી સામે દેશ સહિત રાજય પણ લડી રહ્યું છે. ત્યારે કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યન તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

આરોગ્ય કેમ્પ
આરોગ્ય કેમ્પ

By

Published : Jun 30, 2020, 7:34 PM IST

લુણાવાડા: મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્યતંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ હેલ્થત એન્ડલ વેલનેસ કેન્દ્રોના તબીબો તેમજ આરોગય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યેલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય કેમ્પ

જેના ભાગરૂપે મહીસાગર જિલ્લારના પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કુવેચિયા અને વસાદરા ગામમાં આરોગ્ય કેમ્પાનું આયોજન કરીને ગામના યુવાનો, મહિલાઓ અને વયોવૃદ્ધોની આરોગ્યની ચકાસણી કરી હતી. આ લોકોને જરૂરી સારવાર આપવાની સાથે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તમામને આરોગ્યલક્ષી જાણકારી આપવાની સાથે સાવચેતીના શું પગલાં ભરવા જોઇએ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details