ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં સંતરામપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો

કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોનાના સંકટ કાળમાં પણ આ મહિલાઓની તંદુરસ્તી જળવાઈ રહે અને તે નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી સઘન પગલાંઓ લઇ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મહીસાગરમાં સંતરામપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો
મહીસાગરમાં સંતરામપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો

By

Published : Jul 11, 2020, 7:04 PM IST

મહીસાગર: જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહની રાહબરીમાં સંતરામપુર તાલુકાનાં સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં સગર્ભા બહેનોની તપાસ માટે અલગ અલગ જગ્યાએ ચાર કેમ્પ યોજીને 69 સગર્ભા મહિલાઓના આરોગ્યીની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં સગર્ભા બહેનોનું તાપમાન, બીપી, SPO2, HIV, HBSG, સીકલ સેલની તપાસ તેમજ અન્યબ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હાઇ રીસ્ક ધરાવતી માતાને હાયર સેન્ટર પર રીફર કરવામાં આવી હતી. જયારે દરેક માતાને એક હજાર દિવસનું આરોગ્ય શિક્ષણ અને ફેમીલી પ્લા‍નીંગ વિશે સમજ આપવામાં આવી હતી.

નોંધનીય છે, કોરોના સંકટમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા બહેનોની વિશેષ દેખભાળ લઈ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details