લુણાવાડા: વિશ્વમાં ફેલાયેલા કોરોના સંક્રમણની સામે કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો નર્સો અને સહાયક સ્ટાફની સલામતી પણ એટલી જ જરૂરી છે.
સંતરામપુરના હાજી સુફી રઝવી કોઠારી દ્વારા વહીવટીતંત્રને પીપીઇ કીટ અર્પણ કરાઇ - Haji Sufi Razvi Kothari of Santrampur
સંતરામપુરના હાજી સુફી રઝવી કોઠારી તેમજ તેમના અનુયાયીઓ દ્વારા મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મીઓ માટે જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ. બી. શાહને 40 નંગ અને લુણાવાડા નગરપાલિકાના હેલ્થ સેન્ટરના 10 મળી કુલ 50 નંગ પીપીઇ કીટ અર્પણ કરી હતી.
ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની સલામતી અને સુરક્ષાની ચિંતા કરીને વર્લ્ડ સુફી પીસ-ખાનકાઉ મહફીલે હંસની આશ્રમ દરગાહ સુફી અબ્દુલ ગફાર શાહ (ર.અ) સંતરામપુરના હાજી સુફી રઝવી કોઠારી તેમજ તેમના અનુયાયીઓ દ્વારા મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મીઓ માટે જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ. બી. શાહને 40 નંગ અને લુણાવાડા નગરપાલિકાના હેલ્થ સેન્ટરના 10 મળી કુલ 50 નંગ પીપીઇ કીટ અર્પણ કરી હતી.
જિલ્લા કલેક્ટર આર.બી. બારડે સુફી પીસ સંસ્થાના હાજી સુફી રઝવી કોઠારીના આરોગ્ય કર્મીઓની સલામતી અને સુરક્ષાની ચિંતા કરીને માનવીય અભિગમની ઉદારતા ભાવનાને બિરદાવી હતી.