ગુજરાત

gujarat

By

Published : Aug 20, 2020, 10:28 PM IST

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં ગુજકેટ અને બોર્ડની પૂરક પરીક્ષાના આયોજન અર્થે બેઠક મળી

મહીસાગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પૂરક પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાની તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને ગુરૂવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર આર.આર. ઠક્કરના અધ્યક્ષપદે બેઠક મળી હતી.

Gujcet and Board supplementary examinations
મહીસાગર જિલ્લામાં ગુજકેટ અને બોર્ડની પૂરક પરીક્ષાના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી

મહીસાગરમાં ગુજકેટ અને બોર્ડની પૂરક પરીક્ષાને લઇ મળી બેઠક

  • જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષપદે મળી બેઠક
  • પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે
  • પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે

મહીસાગરઃ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી પૂરક પરીક્ષા અને ગુજકેટની પરીક્ષાની તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને ગુરૂવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર આર.આર.ઠકકરના અધ્યક્ષપદે બેઠક મળી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠકકરે કોરોનાની મહામારીને ધ્યાને લઇ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષા અર્થે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. કોઇપણ વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થીઓ શાંત ચિત્તે એકાગ્રતાથી પરીક્ષા આપી શકે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવાનું સુચવી દરેક પરીક્ષા કેન્દ્રો પર માસ્કની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા પણ જણાવ્યું હતું.

ઠકકરે વધુમાં દરેક પરીક્ષા કેન્દ્રો પાસે વધુ ટોળાં એકત્ર ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા પણ સુચવ્યુ હતું. તેમજ ઠકકરે પરીક્ષા કેન્દ્રના સ્થળો ઉપર શકય હોય તો આરોગ્યની ટીમની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી દૂર રહે તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પરીક્ષાના પ્રવેશ સ્થળના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ લેનારા તમામ વ્યક્તિઓ અને પરીક્ષાર્થીઓનું તાપમાન થર્મલ ગન વડે ચકાસણી કરવામાં આવશે. જો કોઇ વિદ્યાર્થીનું તાપમાન વધુ જણાઇ આવશે તો તેવા વિદ્યાર્થીની વ્યવસ્થા અલગ બ્લોકમાં કરવામાં આવશે.

કેન્દ્ર સંચાલક પરીક્ષા સ્થળે સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરશે. વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે 6 ફુટનું અંતર જળવાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સ્થળે બે દરવાજા હશે તો બંન્ને દરવાજાનો ઉપયોગ કરાશે. મુખ્ય દરવાજાથી પરીક્ષાખંડ સુધી સુચારૂ વ્યવસ્થા અને પ્રવેશ પ્રક્રિયા સ્ટાફ દ્વારા સુનિશ્ચિત કરાશે. પરીક્ષા સ્થળે પરીક્ષા ખંડોને બે ભાગમાં વહેચીને જો બે દાદર હોય તો એ પ્રમાણે વ્યવસ્થા કરાશે.

પરીક્ષા સ્થળે પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ સહિત તમામને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. તેમજ પરીક્ષા કેન્દ્ર ખાતે માસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સ્થળ પર પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવશે, જેથી ભીડ ન થાય. ઉપરાંત પરીક્ષા કેન્દ્રની ઇમારતના બારી-બારણાં ખુલ્લા રાખવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓ પાણીની પારદર્શક બોટલ લઇને આવી શકશે. પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળને સો સેનિટાઇઝ કરવામાં આવશે. એક જ દિવસે બે પરીક્ષા હોય ત્યારે રિશેષના સમયમાં થોડા થોડા વિદ્યાર્થીઓને રિશેષ અપાશે, જેથી કોઇ પણ સ્થળે ભીડ એકઠી ન થાય. પરીક્ષાર્થીઓ કે કોઇ પણ સ્ટાફ દિવાલો, રેલિંગ, દાદરની પેરાફિટને હાથ ન લગાવે તેવી સુચના આપવામાં આવશે. ઉપરાંત વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે ડિસ્પોઝેબલ ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવશે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એક-એક કરીને બહાર જાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કયાંય પણ ભીડ એકઠી ન થાય. તેમજ બહાર જતી વખતે પણ સામાજિક અંતરના નિયમનું પાલન કરાવવામાં આવશે. ઉપરાંત દાદર ઉપર પણ ડાબી અને જમણી બાજુ હરોળ બનાવીને સામાજિક અંતરના પાલન સાથેની વ્યવસ્થા કરાશે. પરીક્ષા સ્થળની બહાર કોઇપણ પ્રકારના ટોળા-ભીડ એકઠી ન થાય તેની તકેદારી રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

પરીક્ષા દરમિયાન દરેક બ્લોકમાં CCTV ઉપરાંત વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી દેખાય તે રીતના CCTVની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વર્ગખંડમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. પરીક્ષા શરૂ થયાના અડધો કલાક પહેલા અને પૂર્ણ થયાના 10 મિનિટ સુધી CCTVનું રેકોર્ડિગ કરવામાં આવનાર હોવાનું પણ કહ્યું હતું. આ બેઠકમાં પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details