ગુજરાત

gujarat

By

Published : Jul 3, 2023, 8:05 PM IST

ETV Bharat / state

Gujau Purnima 2023 : ગુરુપૂર્ણિમા ઉજવણીમાં સતકૈવલ સંપ્રદાયના ગુરુ ધર્મપ્રિયદાસજીએ શિષ્યોને આપ્યો વિશેષ સંદેશ

આષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુજનોનો મહિમા ગાવાનું મહાત્મ્ય છે. ભારતીય પરંપરામાં જ્ઞાન મેળવવાને મહત્ત્વનું માનવામાં આવે છે અને તે માટે ગુરુ મોટી ભૂમિકા ભજવે છે. પ્રથમ ગુરુ માતા સહિત અનેક પંથસંપ્રદાયના સાધુમહંતો ગુરુપદે રહીને જ્ઞાનોપદેશ આપ્યો છે. મહીસાગરના જેઠોલીમાં ગુરુપૂર્ણિમા ઉજવણી નિમિત્તે સતકૈવલ સંપ્રદાયના ગુરુ ધર્મપ્રિયદાસજીએ શિષ્યોને વિશેષ સંદેશ આપ્યો હતો.

Gujau Purnima 2023 : ગુરુપૂર્ણિમા ઉજવણીમાં સતકૈવલ સંપ્રદાયના ગુરુ ધર્મપ્રિયદાસજીએ શિષ્યોને આપ્યો વિશેષ સંદેશ
Gujau Purnima 2023 : ગુરુપૂર્ણિમા ઉજવણીમાં સતકૈવલ સંપ્રદાયના ગુરુ ધર્મપ્રિયદાસજીએ શિષ્યોને આપ્યો વિશેષ સંદેશ

જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું આવશ્યક

મહીસાગર : હિંદુ ધર્મમાં અષાઢ પૂર્ણિમાનો દિવસ ગુરુઓને સમર્પિત છે. આજના દિવસે ગુરુઓની પૂજા કરવા અષાઢ પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો અને તેમને સંસારના પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષકગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું આવશ્યક છે.

જેઠોલીમાં થઇ ગુરુપૂર્ણિમા ઉજવણી :મહીસાગર જિલ્લાના જેઠોલી ગામે આજે ગુરુ પૂર્ણિમા ઊજવવામાં આવી છે. જેઠોલી સ્થિત સતકૈવલ સંપ્રદાયના ગુરુ ધર્મપ્રિયદાસજીએ ગુરુ પૂર્ણિમા નિમિતે જેઠોલીના સત કૈવલ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી અને શિષ્યોને શુભ સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, આજે ગુરુ પુર્ણિમાનો પવિત્ર તહેવાર છે. હિન્દુ સંસ્કૃતિનો જે ખરેખર આપણાં સૌના માટે ગૌરવનો દિવસ છે. ગુરુ પરંપરા દરેક ધર્મની અંદર છે. એની ઉજવણી માટે આપના ઋષિમુનિઓએ આપની પરંપરા શરૂ કરી તેથી જેને વ્યાસ પીર્ણિમા પણ કહેવામા આવે છે. પૂર્ણિમાનું મહત્વ છે કે,આપણી પૂર્ણતા તરફ જઈએ. ગુરુનું જે ઋણ છે એ અદા કરીએ છીએ.

ગુરુની આવશ્યકતા : આ વિશ્વની અંદર અનેક ધર્મની અંદર અનેક ધર્મગુરુઓ થયા છે જે સમાજને એક સાચી દિશા આપે છે. એવી જ રીતે ભારતના ગુજરાતમાં કરુણાસાગર મહારાજ પ્રગટ થયા, એમને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. જગતને અધ્યાત્મિક સંદેશો આપ્યો છે. ગુરુ પરંપરા જે છે એ આદરણીય છે. આપના જીવનમાં ગુરુ અવશ્ય હોવા જોઈએ. આપણે જોઈએ છીએ, કોઈપણ ક્ષેત્રમાં આપણે પ્રગતિ કરવી હોય, જ્ઞાન મેળવવું હોય,શિક્ષક હોય,આચાર્ય હોય, એવીજ રીતે અધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે ગુરુની આવશ્યકતા છે.

એક વિશેષ સંદેશ આપના દેશ માટે છે. કે આપણે સૌ ભારત દેશના નાગરિક છીએ. માત્ર આપણે પોતાનો જ વિચાર નથી કરવાનો. આપણું કલ્યાણ થાય, આપણો વિકાસ થાય, સાથે સાથે આપણા દેશનો વિકાસ થાય એના માટે આપણે સૌએ સહભાગી બનવું જોઈએ. દેશ માટે આપણે શું કરી શકીએ? એવું નથી કે રાજકારણમાં હોઈએ તોજ સેવા થાય. પ્રત્યેક નાગરિક પોતાના સ્થાને રહીને દેશ માટે કઈંક કરી શકે છે. જેમ કે આજે સ્વચ્છતા. આપણો દેશ સ્વર્છ હોવો જોઈએ. આપણે બધાજ જાગૃત બનીએ સ્વચ્છતા માટે. બીજું પર્યાવરણની સમસ્યા છે. પ્રદૂષણ વધે છે તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ ઓછો કરી પ્રદૂષણ ઓછું કરીએ. હવાનું પણ પ્રદૂષણ થતું હોય એને રોકીએ. એ સિવાય પાણી પણ કુદરતી સંપતિ છે.એનો પણ બગાડ ન થાય એ માટે જાગ્રત બનીએ...સતકૈવલ સંપ્રદાયના ગુરુ ધર્મપ્રિયદાસજી

ઋષિમુનિઓના જ્ઞાન દ્વારા જીવનને સુરક્ષિત કરીએ : તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણાં દેશને આત્મા નિર્ભર બનાવવા માટે આપણે સૌ સહભાગી બનીએ. આપણાં દેશની જે વસ્તુ હોય સ્વદેશી, એનો આપણે પ્રથમ ઉપયોગ કરીએ. વિદેશની સારી વસ્તુઓ એનો પણ આદર કરીએ છીએ. પણ પ્રાથમિકતા આપણાં દેશને આપીએ જેથી આપણો દેશ આગળ વધે. અંતમાં આપણે વ્યસન મુક્ત બનીએ, કે આજે વ્યસન પ્રદૂષણ બહુ જ વધતું જાય છે. આરોગ્ય માટે ખતરો છે. સંસ્કાર માટે પણ ખતરો છે. અને એમાય ખાસ તમાકુનું વ્યસન તો છે જ અને વ્યાપક છે. અને અત્યારે જે શરાબનું વ્યસન વધતું જાય છે તે આપની સંસ્કૃતિ વિરુદ્ધ છે. જો આપણી સંસ્કૃતિનું આપણે રક્ષણ કરવું હોય તો. એટલે આ રીતે સૌ આપણે ઋષિમુનિઓના જ્ઞાન દ્વારા આપણાં જીવનને સુરક્ષિત કરીએ. આપણાં દેશને વિકસિત કરીએ અને આપણે સૌ સાથે હળીમળીને રહીએ એવા શુભ સંદેશ છે.

  1. Mangla Gauri Vrat 2023: આવતીકાલથી શ્રાવણનો પ્રારંભ થઈ રહ્યો છે, પ્રથમ દિવસે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવશે
  2. Guru Purnima 2023 : રાજકોટમાં વિદ્યાર્થીનીઓએ 100 મીટર કપડામાં ગુરુ સ્લોગન લખ્યા વિવિધ ભાષામાં
  3. Guru Purnima 2023 : હાજી રમકડું એ ગુરુ પૂર્ણિમા પર પ્રાણલાલ વ્યાસને કર્યા યાદ, વ્યાસની ત્રીજી પેઢી સાથે કરી સુરાવલી

ABOUT THE AUTHOR

...view details