મહીસાગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી સમગ્ર ગુજરાત સહિત મહીસાગર જિલ્લામાં ધોરણ 12 HSC વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ આજથી શરુ થઈ ગઈ છે. આ પરીક્ષાઓનો પ્રેક્ટિકલ્સ પરીક્ષાઓથી શુભારંભ થયો છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પ્રયોગિક પરીક્ષાઓ સાથે બોર્ડ પરીક્ષાઓનો શુભારંભ થયો છે.
ગુજરાત બોર્ડની HSC વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઓ આજથી શરુ, પ્રેકટિકલ્સથી થયો શુભારંભ
આજથી ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ શરુ થવા સાથે બોર્ડ પરીક્ષાઓની શરુઆત થઈ ગઈ છે. જેમાં રસાયણવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની પ્રેક્ટિકલ્સ પરીક્ષાઓ લેવાઈ છે.
ગુજરાત બોર્ડની આ પરીક્ષાઓમાં મહીસાગર જિલ્લામાં કુલ ત્રણ કેન્દ્રો લૂણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર શહેરના છ સ્થળે રસાયણવિજ્ઞાનના 1545, ભૌતિકવિજ્ઞાન 1545 અને જીવવિજ્ઞાન 1338 તેમ જ જૂના કોર્સના 11 વિદ્યાર્થીઓ મળી કુલ 1556 વિદ્યાર્થીઓ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા આપી રહ્યાં છે.
સમગ્ર મહીસાગર જિલ્લાના HSC સાયન્સના વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યાં હતાં ત્યારેાં વિદ્યાર્થીઓને કુમકુમ તીલક કરી મો મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.