ગુજરાત

gujarat

ETV Bharat / state

સંતરામપુર બેઠકઃ આદિવાસી વર્ગ મોટો અને ડિંડોરને જવાબદારી હવે કોનો વારો - Vidhansabha Seat Mahisagar

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક બેઠકો પર જીત મેળવવા માટે રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવી રહ્યા છે. પણ આ વખતે ગુજરાત રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતદારો કોને જવાબદારી આપશે એ જોવાનું છે. પણ રાજ્યની (Gujarat political Parties) જુદી જુદી બેઠક પર વિજયવાવટા લહેરાવવા અત્યારથી પ્રયાસો શરૂ થઈ ગયા છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠકના રેકોર્ડ પર એક નજર કરીએ.

સંતરામપુર બેઠકઃ આદિવાસી વર્ગ મોટો અને ડિંડોરને જવાબદારી હવે કોનો વારો
સંતરામપુર બેઠકઃ આદિવાસી વર્ગ મોટો અને ડિંડોરને જવાબદારી હવે કોનો વારો

By

Published : Oct 3, 2022, 8:35 PM IST

મહિસાગર જિલ્લાના સંતરામપુર બેઠક પર ભાજપઅને કોંગ્રેસ વચ્ચે બરોબરની ટક્કર જોવા મળી શકે છે. જોકે, આમ આદમી પાર્ટીએ પણ અહીં પ્રયાસ કર્યા હોવાનું મનાય રહ્યું છે. હકીકત એવી પણ છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી કુબેર ડિંડોરની જીત (Kuber Dindor BJP) થઈ હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેંદાભાઈ ડામોરની હાર થઈ હતી. આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. આ મતવિસ્તારમાં સંતરામપુર (Santrampur ASSEMBLY SEAT) અને કડાણા એમ બે તાલુકાનો સમાવેશ થાય છે. આ વિધાનસભા (Assembly Election Seat Santrampur) બેઠક ST કેટેગરી માટે અનામત છે. અહીં આદીવાસી સમાજના લોકો વધુ હોવાને કારણે આ બેઠક એસટી રીઝર્વ છે.

સંતરામપુર બેઠકઃ આદિવાસી વર્ગ મોટો અને ડિંડોરને જવાબદારી હવે કોનો વારો

મતદારોના હિતઃ અહીં ભાજપ અને કોંગ્રેસ માટે ઉમેદવારની પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. કડાણા અને સંતરામપુર તાલુકાને ટ્રાયબલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિધાનસભા બેઠક પર જે આદિવાસી મતદારોની હિતની વાત કરશે તે જ ચૂંટણી જીતી શકશે અને આમ તો કોંગ્રેસવધારે આદિવાસી સમાજ સાથે જ રહે છે. 2017 માં આ બેઠક પર ભાજપની જીત થઇ હતી.

કોણ છે કુબેર ડિંડોરઃ સંતરામપુરના ધારાસભ્ય ડૉ.કુબેર ડીંડોર હાલ (રાજ્યકક્ષાના પ્રધાન) વ્યવસાયે પ્રોફેસર છે. તેમણે PHD સુધી અભ્યાસ કરેલ છે. સંતરામપુર વિધાનસભા સીટ પર પાછલી બે ટર્મથી કોંગ્રેસનો દબદબો હતો. એટલે આ બેઠક પણ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. આ વિધાનસભા સીટ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી દિગ્વિજયસિંહના જમાઈ પરમદિત્યજીતસિંહે 2007માં જીતી હતી. અને 2012 થી આ બેઠક ST સીટ જાહેર થયા પછી આ બેઠક પર પૂર્વ IAS રીટાયર્ડ અધિકારી જી.એમ.ડામોરે ભાજપના ઉમેદવારને 25,500 વોટથી હરાવી કોંગ્રેસ દબદબો કાયમ રાખ્યો હતો.

સંતરામપુર બેઠકઃ આદિવાસી વર્ગ મોટો અને ડિંડોરને જવાબદારી હવે કોનો વારો

રીપિટ થયાઃ વર્ષ 2017માં ભાજપ તરફથી આદિવાસી નેતા અને પ્રોફેસર ડૉ.કુબેર ડીંડોરને ઉમેદવાર બનાવ્યાં હતા. તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ તરફથી 2012 માં જીતેલા ધારાસભ્ય ગેંદાલભાઈ ડામોરને રીપીટ કર્યા હતા. પરંતુ કોંગ્રેસ આ બેઠક સતત ત્રણ વાર જીતી ન શકી. સંતરામપુર 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પાંચ ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં હતાં.

આંકડાકીય સ્થિતિઃ જેમાં કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોરને 61,938 મત, ભાજપના કુબેરભાઈ ડીંડોરને 68,362 મત, NCPના રાજેન્દ્ર કુમાર વાલાવઈ 2,378 મત, AIHCP ના યોગેશભાઈ વગાદીયાને 2,219 અને BSP ના રામાભાઈ કે.બારીયાને 1,416 મત મળ્યા હતા. જેમાં સૌથી વધુ ભાજપના કુબેર ડીંડોરને 68,362 મત મળતા તેઓ વિજયી બન્યા હતા. 1947 પહેલાં સંતરામપુર રજવાડુ હતું. એટલે અહીં રાજમહેલ આવેલો છે. સંતરામપુરમાં આદિવાસીની આસ્થાનું પ્રતિક માનગઢ હીલ પણ આવેલું છે. માનગઢ હિલ પર સૌથી મોટો નરસંહાર થયો હતો. અહીં 1,507 જેટલા આદિવાસી લોકો શહીદ થયા હતા.

કડાણા ડેમઃ આદિવાસીના મહાનાયક ગોવિંદ ગુરુ નામથી ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારનો બીજું સૌથી મહત્વનું સ્થળ કડાણા ડેમ છે. સંતરામપુરની હજુ પણ એક ઓળખ, અહીં યોજાતો પરંપરાગત રવાડીનો મેળો છે. પૂર્ણિમાના દિવસે તેમજ એકમ અને બીજ એમ બે દિવસો રવાડીની મેળો યોજાય છે. આ સાથે ભાથીગળ મેળો પણ યોજાય છે. આ મેળો માણવા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યોમાંથી પણ લોકો ઉમટી પડે છે. આદિવાસી પ્રજા પણ આ મેળો મન ભરીને માણે છે. આ વિસ્તાર મહીસાગર જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે.

પડકારરુપ મુદ્દાઓઃઆ બેઠકમાં મોટાપાયે ગરીબ અને મધ્યમ વર્ગનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કોઈ ઔધોગિક વસાહત ન હોવાને કારણે અહીંના લોકોને રોજગારી મેળવવા રાજ્યના જુદા જુદા શહેરોમાં જવું પડે છે. જેથી ઉદ્યોગો સ્થપાય તો રોજગારી મળે અને સ્થળાંતર ઘટે. અહીં રોજગારીના મુખ્ય સાધનોમાં ખેતી અને પશુપાલનનો સમાવેશ થાય છે. આદિવાસીઓ જંગલમાંથી મહુડાના ફુલ, પાન વીણી રોજગારી મેળવે છે. આ વિધાનસભા બેઠક પર આદિવાસીના જાતિના પ્રમાણપત્ર, જંગલની જમીનમાં હક દાખલ જેવા પડકારરુપ મુદ્દાઓ છે. આ ઉપરાંત અંતરિયાળ ગામોમાં મોબાઈલ કનેક્ટીવીટી, વીજળી, પાણી અને રસ્તાની સુવિધાઓની માગ તેમજ શિક્ષણ સંસ્થાઓ ઊભી કરાય અને ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે તકો વધે તેવું મતદારોનું માનવું છે.

ABOUT THE AUTHOR

...view details