મહીસાગર- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) માટે મહીસાગર જિલ્લામાં પડતી બેઠકો વિશે આપણે વાત કરીએ તો જિલ્લાની કુલ 3 બેઠકોમાંની એક છે બાલાસિનોર વિધાનસભા બેઠક. મધ્ય ગુજરાતનુ મહીસાગર જિલ્લાનું બાલાસિનોર નગર અંગ્રેજોના સમય દરમિયાનનું એક દેશી રજવાડું હતું. બાલાસિનોરમાં છેલ્લા 650 વર્ષથી બાબી વંશજ રાજ કરતા હતાં. બાલાસિનોર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 121 નંબરની ( Balasinor Assembly Seat) બેઠક છે. જ્યારે બાલાસિનોર બેઠકનો સમાવેશ પંચમહાલ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે.
આગામી ચૂંટણીમાં આ સંખ્યામાં વધારો નોંધાશે બાલાસિનોર વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી-બાલાસિનોર વિધાનસભા બેઠક ( Balasinor Assembly Seat)1962 ની ચૂંટણીમાં SC અનામત બેઠક હતી. ત્યારબાદ 1967ની ચૂંટણીમાં તેને સામાન્ય બેઠકમાં ફેરવવામાં આવી છે. બાલાસિનોર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠકમાં (Assembly seat of Balasinor ) બાલાસિનોર શહેર સહિત સમસ્ત બાલાસિનોર ઉપરાંત વિરપુર તાલુકાનો સમાવેશ છે. છેલ્લી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણ (Ajitsinh Chauhan Seat) ભાજપના માનસિંહ ચૌહાણ (Mansinh Chauhan Seat ) સામે 10,602 મતોની સરસાઈથી વિજેતા થયા હતાં. આમ બાલાસિનોરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ 7 વાર, ભાજપ 3 વાર જ્યારે સ્વતંત્ર પક્ષ, અપક્ષ અને રાજપા આ ત્રણેય એક-એક વાર વિજયી થઈ ચૂક્યા છે. બાલાસિનોરમાં સૌથી મોટો વિજય ગત 1995માં ભાજપાના માનસિંહ ચૌહાણે 22008 મતોથી વિજય મેળવ્યો હતો. જ્યારે સૌથી ટૂંકા માર્જીનથી વિજય 1975ની ચૂંટણીમાં અપક્ષ ચંપાબેન મોદીએ માત્ર 1625 મતોથી મેળવ્યો હતો. આમ, બાલાસિનોરમાં હારજીતનું માર્જીન 1600થી 22000 મત સુધીનું રહ્યું છે. બાલાસિનોર બેઠકમાં સ્ત્રી મતદારો 1,37,651 અને 1,45,807 પુરુષ મતદારો મળીને કુલ 2,83,458 મતદારો છે.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસનું વજન હતું તે હજુ પણ છે અગાઉની ચૂંટણીના પરિણામ - બાલાસિનોર વિધાનસભા બેઠકની ( Balasinor Assembly Seat)2012, 2017 ચૂંટણી પરિણામ (Gujarat Assembly Election 2017)પર એક નજર કરીએ તો બાલાસિનોરમાં 2012 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના માનસિંહ ચૌહાણને 87,088 મળ્યા હતાં. તેની સામે ભાજપના રાજેશ પાઠકને 69,917 મત મળતા તેઓ હારી ગયા હતા. બાલાસિનોરમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણને (Ajitsinh Chauhan Seat) 84,620 મળ્યા હતાં. તેની સામે ભાજપના માનસિંહ ચૌહાણને (Mansinh Chauhan Seat ) 74,018 મત મળતા તેઓ હારી ગયાં હતાં.
બાલાસિનોર બેઠકની આવી વિશેષતાઓ છે બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી બે પ્રધાનો મળ્યાં -બાલાસિનોર વિઘાનસભા બેઠક ( Balasinor Assembly Seat)માંથી 1985 માં ચૂંટાયેલા નવાબ પરિવારના નૂરજહાં બખ્ત બાબી 1985થી 1990ના સમયમાં અમરસિંહ ચૌધરી અને માધવસિંહ સોલંકીની સરકારમાં સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, રોજગાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન રહ્યાં હતાં. ત્યારબાદ ભાજપના માનસિંહ ચૌહાણ (Mansinh Chauhan Seat ) વર્ષ 1995-96 દરમિયાન કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની સરકારોમાં શિક્ષણ વિભાગના નાયબ પ્રધાન રહ્યાં હતાં. માનસિંહ ચૌહાણે ખજૂરાહો કાંડ વખતે શંકરસિંહ વાઘેલા સાથે રહેતા તેમને 1996-97 દરમિયાન શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની સરકારોમાં વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન મળ્યું હતું. 1998ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં શંકરસિંહની રાજપાના ફક્ત 4 ધારાસભ્યો ચૂંટાયાં હતાં, જેમાંથી એક માનસિંહ ચૌહાણ હતાં. ત્યારબાદ માનસિંહ ચૌહાણ શંકરસિંહના ગૃપ સાથે કોંગ્રેસમાં જોડાયાં હતાં અને કોંગ્રેસની ટિકિટ ઉપર 2002ની ચૂંટણી હાર્યા પછી 2007 અને 2012ની ચૂંટણી જીત્યાં હતાં. તેઓ ફરી પાછા પક્ષ બદલી 2017ની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતાં, પણ ચૂંટણી હારી ગયાં હતાં.
બાલાસિનોર વિધાનસભા બેઠકની ખાસિયત -બાલાસિનોર પેલેસનો ટુરિઝમમાં સમાવેશ કરવામાં આવતાં તે વિશેષ ઓળખ બની છે. ગુજરાત ટુરિઝમ દ્વારા બાલાસિનોર નવાબ પેલેસને ટુરિઝમમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બાલાસિનોર ગાર્ડન પેલેસ હોટલ અને ગુજરાત ટુરિઝમના MOU થતાં બાલાસિનોરમાં હેરિટેજ પ્રવાસનની સુવિધા વધવાની સાથે બાલાસિનોર ભવિષ્યમાં ટુરિઝમ પોઈન્ટ બનશે. જેથી બાલાસિનોર નવાબ પેલેસ સાથે નવાબી નગરી સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થશે. આ વિસ્તારમાં આવેલું ડાયનાસોર પાર્ક પણ ખૂબ જાણીતું બન્યું છે.જેથી ડાયનાસોરની ભૂમિ તરીકે ઓળખ મેળવી છે. વિશ્વ વિખ્યાત ડાયનાસોર પાર્ક બાલાસિનોર નગરથી માત્ર 12 કિ.મી.ના અંતરે આવેલ છે. જેમાં રૈયોલી ડાયનાસોર પાર્ક વિશ્વમાં ત્રીજા ક્રમે અને ભારતનો પ્રથમ ક્રમનો પાર્ક છે. તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે ગત 26 જૂન 2022 ના રોજ ડાયનોસોર મ્યુઝિયમ ફેઈઝ-2નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. બાલાસિનોર તાલુકામાં ગુજરાત ટુરિઝમના બે પોઈન્ટ બનતા લોકો માટે રોજગારીની મોટી તક ઉભી થશે.
લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉકેલવા જરુરી છે બાલાસિનોર વિધાનસભા બેઠકની માગ - બાલાસિનોર તાલુકામાં બોડેલી ગ્રામ પંચાયતની સીમમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઈટનો મુદ્દો છેલ્લાં ઘણાં સમયથી વિવાદિત છે. 2015થી સાઈટના મુદ્દે ગ્રામજનોએ મામલતદાર અને પ્રાંતમાં રજૂઆત કરાતા તેના કોઈ નક્કર પરિણામ આવ્યા નથી તે માટે લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માગણી છે. તો બેઠકના અંતરીયાળ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈનું પાણીની સમસ્યા છે તે ઉકેલવાની માગણી છે. બાલાસિનોરમાં લોકોને રોજગારીની મેળવવાની સમસ્યાના ઉકેલ માટે કાયમી ધોરણે ઉપાયો પણ જનતા ( Balasinor Assembly Seat)માગી રહી છે.
આજે પણ બાલાસિનોર વિધાનસભા બેઠક ( Balasinor Assembly Seat) ભાજપ માટે પડકારરૂપ છે. પણ ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે તેવામાં આગામી ગુજરાત ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસ પાસેથી બાલાસિનોરની બેઠક લઈ લેવામાં સફળ થશે કે નહીં તે હવે જોવું રહ્યું.