મહેસાણાઃ જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસને પગલે 21 દિવસનું લોકડાઉન રાખવામાં આવ્યું છે, ત્યારે કેટલાક જરૂરિયાત મંદ લોકોને ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા પોતાના NGO તિરુપતિ ફાઉન્ડેશનના સહયોગથી 800 જેટલી જરૂરી કીટનું વિતરણ વિસનગર તાલુકામાં કરવામાં આવ્યું છે.
ગ્રીન એમ્બેસેડર દ્વારા વિધવા બહેનોને રાશન કિટનું કરાયું વિતરણ - Distribution of ration kits to widows of Visnagar taluka
ગ્રીન એમ્બેસેડર દ્વારા વિસનગર તાલુકાના જરૂરિયાતમંદ લોકોને તેલ અને સાબુની 800 કિટનું વિતરણ કરાયું.
જીતુ પટેલ અને તેમના NGO દ્વારા આમ તો દર મહિને તાલુકાની 500 જેટલી વિધવા બહેનોને પોતાના ઘરમાં રસોડું ચલાવવા જરૂરી કરીયાણુ ભરેલી કિટનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ મહામારી વચ્ચે કેટલાક પરિવારોને આર્થિક કટોકટી હોઈ જે બાબતને ધ્યાને રાખી તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા 500 વિધવા બહેનો સહિત અન્ય જરૂરિયાત મંદ પરિવારો માટે કુલ 800 કિટોનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ કીટમાં તેલ અને લોકો સ્વચ્છ રહે તે માટે સાબુ એમ બે વસ્તુનું વિતરણ કરાયું છે. તિરૂપતિ ફાઉન્ડેશન અંતર્ગત ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ સાથે તેમની ટીમમાં સામેલ રાધે ગુપ્તા, બાબુ મિસ્ત્રી, પિન્ટુ પટેલ અને બાબુ ઠાકોર સહિતના માણસોએ આ કિટોનું તાલુકાના ગામડાઓમાં રૂબરૂ જઈ પરિવારોને અર્પિત કરી છે.