લુણાવાડાઃ નોવેલ કોરોના વાઈરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા મહિસાગર જિલ્લામાં રોજિંદી કમાણી પર નિર્ભર હોય તેવા નબળી આર્થિક પરિસ્થિતિવાળા ગરીબ કુટુંબોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જે પૈકી સારથી સંસ્થાના નિયામક નિર્મળ કુંવરબા, કોર્ડીનેટર ધનસિંહ રાઠોડ, રવિન્દ્રસિંહ સિસોદિયા અને સંસ્થાના ટ્રસ્ટીગણ દ્વારા કોવિડ-19ને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી લોકડાઉન દરમિયાન સંતરામપુર તાલુકાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના 38 ગામોના 913 અતિ ગરીબ અને જરૂરતમંદ પરિવારો જેવા કે એકલનારી, વૃદ્ધ પરિવાર, નિરાધાર પરિવારો, જમીન વિહોણા, ખેત મજુર અને રોજમદારોને નિશુલ્ક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.