ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદીજાતિ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય - ખેડૂત યોજના

મહિસાગર: રાજય સરકાર દ્રારા આદિજાતિ ખેડૂતો આર્થિક રીતે સધ્ધરતા પાપ્ત કરી પોતાનું જીવન ધોરણ ઉચું લાવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્રારા કૃષિ વૈવિધ્યકરણ યોજના આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલું છે. જેમાં ખેડૂતોને 1.12 કરોડ રુપિયાની સહાય આપવામાં આવી છે. જેથી આદિજાતિ વિસ્તારના ખેડૂતોને કૃષિ થકી વધુ આવક મેળવી શકે. આ પ્રોજેક્ટ અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.

મહિસાગરમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદીજાતિ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય

By

Published : Jul 26, 2019, 9:48 PM IST

આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ એ જીવન-નિર્વાહના અન્ન પાક (ખાસ કરીને મુખ્ય અનાજ)ને બદલે વધુ વળતર આપતા વિવિધતાપૂર્ણ બજારલક્ષી પાક તરફ ક્રમિક વલણની પ્રક્રિયા છે. કૃષિ વૈવિધ્યકરણની પ્રક્રિયા સુધારેલા ગ્રામીણ માળખાગત સુવિધાની ઉપલબ્ધતા, આદિજાતિ વિકાસમાં ઝડપી તકનીકી વિકાસ અને ખોરાકમાં બદલાયેલી માગની પેટર્નને કારણે શરૂ કરવામાં આવી છે.

આદિજાતિ ખેડૂતોની કમાણીની તકોમાં થશે સુધારો

આથી વધુ મુલ્યના પાકની ખેતી આ વૈવિધ્યકરણની ભરી પ્રક્રિયાના કૃષિ વિકાસને વેગ આપશે. તેમજ ગ્રામિણ ઉદ્યોગ સાહસિકતાને નવા યુગમાં લઇ જશે અને ખેડૂતોમાં રોજગારની નવીન તકો પેદા કરશે.

આ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને કડાણા તાલુકામાં 3,180 આદિજાતિ ખેડૂતોના લક્ષ્યાંક સામે વહીવટદાર મહીસાગર અને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની દ્રારા 2500 જેટલા આદિજાતિ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.

જેમાં 8 કિલો મકાઇનું હાઇબ્રીડ બિયારણ, 1 બેગ યુરીયા ખાતર, 1 બેગ એમોનીયમ સલ્ફેટ, 1 બેગ એન.પી.કે મળી અંદાજે રૂા.4500ની સહાય પ્રત્યેક ખેડૂતને આપવામાં આવી છે. જેના પેટે રુપિયા 1.12 કરોડની સહાય સરકાર દ્વારા આદિજાતિ ખેડૂતોને મળી છે. આ યોજના હેતુ આદિજાતિ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધતિઓની તાલીમ આપવામાં આવી છે.

મહિસાગરમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદીજાતિ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય

કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલીકરણ દ્વારા ખેત ઉત્પા‍દકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને આદિજાતિ ખેડૂતોની આવક વધારવાનો છે.

આ યોજનાનું અમલીકરણ તમામ આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા પ્રાયોજના કચેરીના પરામર્શમાં રહી યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતી ખેડૂતો પૈકી ભેદભાવ રહિત લાભાર્થીની પસંદગી પ્રક્રિયા તથા કીટ વિતરણ કરવામાં આવે છે. જેમાં 0 થી 20 BPL સહિતના આદિજાતી ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે. લાભાર્થી ફાળો રુપિયા 500 લેવામાં આવે છે.

અમલીકરણ એજન્સી દ્વારા લાભાર્થીઓને બિયારણ કીટ થકી મહત્તમ ઉત્પાદન મેળવવા તાલીમ દ્વારા ખેતી અંંગેનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. જરુરી માર્ગદર્શક પુસ્તિકાઓ પણ આપવામા આવે છે. અમલીકરણ એજન્સીઓ (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) ની પસંદગી ઇ-ટેન્ડરીંગ પધ્ધતીથી કરવામાં આવે છે.

યોજનાને અમલીકરણ કક્ષાએ એક સાથે મોનિટરીંગ તથા તૃતીય પક્ષ દ્વારા અહેવાલ મેળવી મુલ્યાંકન કરવામાં આવે છે. બિયારણની ઉપજ ચકાસણી કૃષિ યુનિવર્સીટી મારફત કરાવ્યા બાદ જ જે તે એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડરને ચુકવણું કરવામાં આવે છે.

આદિજાતિ વિકાસનો આ પ્રોજેક્ટ એક વ્યુહરચના તરીકે અનેક રોજગારી તકોનું સર્જન કરશે અને મોટા પાયે કૃષિમાં મુલ્ય વૃદ્ધિમાંં વધારો કરશે. તેમજ વધુ સારા પાક આયોજન તરફ દોરી જશે. જેથી આદિજાતિ ખેડૂતોની કમાણીની તકોમાં સુધારો થશે.

ABOUT THE AUTHOR

...view details