ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેમ્પ ડ્યૂટીમાં સુધારો કરવા સરકારે માંગ્યા સૂચન - Gujarati nwes

મહીસાગરઃ જિલ્લામાં દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા તથા સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની કચેરી દ્વારા તેની કામગીરી અને કાર્યપધ્ધતિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા સહુ કોઈને દસ્તાવેજ નોંધણી તથા સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની કચેરીની કામગીરી, કચેરી વ્યવસ્થા અને સુવિધા, કાર્યપધ્ધતિ, ટેકનોલોજી, સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન કાયદા નિયમ ઠરાવમાં જાહેર જનતા તથા સરકાર એમ બંનેના હિતમાં આજના સમયને અનુરૂપ સુધારા વધારા કરવા માટે ફેરફાર સૂચવવા વિનંતી કરવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો

By

Published : Jun 11, 2019, 1:14 PM IST

આપના સૂચનો તા. 12 જૂન સુધી સબ રજીસ્ટ્રાર કચેરી નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્રની કચેરી, બીજો માળ, જીલ્લા સેવા સદન, કલેકટર કચેરી, લુણાવાડા ખાતે લેખિત સ્વરૂપમાં રજૂ કરી શકાશે. તથા સીધા પત્ર દ્વારા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન કચેરી, સેકટર-14, ગાંધીનગર-382016 તથા ગરવી વેબસાઇટ http://garvi.gujarat.gov.in ઉપર જઈને suggestions માં આપના સૂચનો ટાઈપ કરી શકાશે.

ઉપરાંત ઇ-મેઈલ દ્વારા stampd-gnr@gujarat.gov.in ઉપર અને વોટસઅપ દ્વારા મોબાઇલ નં - 9879551751 ઉપર તા.12 જૂન સુધી સૂચનાઓ આપી શકાશે. એમ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર લુણાવાડા દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details