ગુજરાત

gujarat

ETV Bharat / state

રેડક્રોસની સોસાયટીની સામાન્ય સભા મળી, ચેરમેને રજૂ કર્યો વાર્ષિક અહેવાલ - Gujarati News

મહીસાગર: જિલ્લાના બાલાસિનોરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા લાયન્સ હોલમાં મામલતદારના  પ્રમુખ સ્થાને યોજાઇ હતી. રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો.નગીનદાસ શાહે વર્ષ દરમિયાન થયેલા વિવિધ પ્રવૃતિનો અહેવાલ  આપ્યો હતો.

રેડક્રોસની સામાન્ય સભા મળી, વર્ષ દરમિયાન થયેલા સુંદર સેવાકાર્યો

By

Published : May 25, 2019, 2:07 AM IST

વર્ષ દરમયાન 1 જોડી ચક્ષુદાન મળ્યા હતા. જે અમદાવાદમાં ઉપયોગી બન્યા હતા. 6 વ્યક્તિઓને ઓક્સિજનની સુવિધા આપવામાં આવી હતી. 47 વ્યક્તિઓને જુદા જુદા પ્રકારના મેડિકલ સાધનો સારવાર માટે ઉપયોગી વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. બીસીજીની 290 રસીઓ વિનામુલ્યે અપાઈ હતી.

જયારે ડાયાબીટીસના દર્દીઓના આંખના કૅમ્પમાં 120 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને તેમાંથી 14 દર્દીઓને લેસર ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. મંત્રી પી.કે. શર્માએ વર્ષ દરમિયાન મળેલી સભાઓની અને કામકાજની માહિતી રજૂ કરી હતી. મામલતદારે રેડક્રોસ બાલાસિનોરની કામગીરીને બિરદાવી સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

સભામાં નવા સભ્યોને શપથ લેવડાવ્યા હતા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ડો. ભરતભાઈ ખાંટ અને ડો. જીગ્નેશભાઈ શાહે રક્તદાન અને ચક્ષુદાન માટે જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો. લાયન મંત્રી પ્રવીણભાઈ સેવક, કાંતિભાઈ પટેલ, અરવિંદભાઈ ચાવાળા તેમજ મોટી સંખ્યામાં રેડક્રોસના સભ્યો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details