મહીસાગર: જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બાલાસિનોર ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત આઠ સગર્ભા મહિલાઓને સારવાર દરમિયાન સહાયક, પૌષ્ટિક, પોષણક્ષમ, સમતોલ આહાર મળી રહે તે જરૂરી છે.
બાલાસિનોર: લાયન્સ ક્લબ દ્વારા કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાઓને ફ્રૂટ અને કઠોળનું વિતરણ કરાયું
કોરોના વાઈરસની મહામારીમાં અનેક સગર્ભા મહિલાઓ કોરોના સંક્રમણથી પોઝિટિવ થઇ હતી. આ કોરોનાગ્રસ્ત મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે તે હેતુસર આ સગર્ભા મહિલાઓને પોષણક્ષમ, પૌષ્ટિક, સમતોલ આહાર મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. આરોગ્ય તંત્ર તરફથી તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓની સવિશેષ કાળજી રાખીને સારવાર કરવામાં આવી રહી છે. સગર્ભા મહિલાઓની પણ સંનિષ્ઠ કાળજી રાખવામાં આવે છે. સરકારના આ પ્રયાસમાં સમાજની વિવિધ સામાજિક-સેવાભાવી- સ્વૈચ્છિક- ધાર્મિક સંસ્થાઓ પણ તેમનો ઉમદા સહયોગ આપી રહ્યી છે.
બાલાસિનોર લાયન્સ ક્લબ
તે હેતુસર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને સ્થાનિક આરોગ્ય વિભાગના સહકારથી લાયન્સ કલબ, બાલાસિનોર દ્વારા આ સગર્ભા મહિલાઓને સતત પાંચ દિવસ સુધી કેળાં, ચીકુ, કેરી તથા ફણગાવેલા મગ અને બાફેલા ચણાનું વિતરણ કરી આ સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઈ રહે તેવું ઉમદા કાર્ય કરી માનવીય અભિગમ અપનાવ્યો હતો.