- મહીસાગરમાં ખેડૂતોએ પૂજાઅર્ચના કરી ખેતીની પરંપરાગત શરુઆત કરી
- બળદને કુમકુમ તીલક કરી ગોળ ખવડાવીને મીઠું મોં કરાવ્યું
- ખેતીના ઓજારોને તીલક કરી પૂજાઅર્ચના સાથે ખેતીનો શુભારંભ
- અખાત્રીજના દિવસથી બધા જ શુભ મુહૂર્તોની શરૂઆત
મહીસાગરઃ જિલ્લામાં ખેડૂતોએ અખાત્રીજના અનેરા દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજાઅર્ચના કરી ખેતીની પરંપરાગત શરુઆત કરી હતી. આજે અખાત્રીજના દિવસે ધરતીપુત્રો દ્વારા વહેલી સવારે ખેતરમાં ખેતીના ઓજારો સવેડુ, કળીયું, ટ્રેક્ટરને તીલક કરી પૂજાઅર્ચના સાથે નવા વર્ષ માટેની ખેતીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પૂજાઅર્ચના કરીને સૌથી ઉપયોગી ગણાતા ખેડૂતોના પ્રિય એવા બળદોની પણ પૂજા કરીને કુમકુમ તીલક બાદ ખેડૂત દ્વારા બળદોને ગોળ ખવડાવીને મોં મીઠું કરાવાયું હતું. અખાત્રીજ એ ખેડૂતો માટે નવા વર્ષ સમાન ગણાય છે. આજના શુભ દિવસથી ખેડૂતો ખેતીની પ્રવૃત્તિમાં જોતરાય છે.